Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાયુ વાવાઝોડાનાં પગલે તંત્ર Twitter પર સક્રિય : દરેક જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટર માહિતી અપાઈ

સંબધિક કલેક્ટર કચેરીઓનાં ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી અપડેટ

અમદાવાદ: ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શકયતા વચ્ચે  દરિયાકાંઠાનાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે અને આ વાવાઝોડની અસર સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ લાવશે.

 

સંભવિત વાવાઝોડાની ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં થનારી અસરો વિશે સરકારનાં અલગ-અલગ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા રિયલ ટાઇમ માહિતી આપવામાં આવી રહી છે. સંબધિક કલેક્ટર કચેરીઓનાં ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે.

(1:03 pm IST)