Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મગફળીના હબ ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

ગત વર્ષ કરતા ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં બાજરીના પાકની સાથે મગફળીના પાક નુ પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયું હતું જે મગફળીનો પરિપક્વ થઇ જતાં ખેડૂતો દ્વારા લેવાની શરૂઆત કરતાં માર્કેટયાર્ડોમાં ઉનાળુ સિઝન ની નવી મગફળીની આવક શરૂ થઇ છે જેમાં સમગ્ર ગુજરાતમાં મગફળીના હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની નોંધપાત્ર આવક શરૂ થવા પામી છે

 ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પ્રતિ મણ (૨૦ કિલો) મગફળીનો ભાવ રૂપિયા ૧૦૫૦ થી ૧૧૦૦નોધાવો પામ્યો છે.

  ડીસા માર્કેટયાર્ડની આવકમાં પણ દિનપ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ઉનાળુ સિઝન દરમિયાન બાજરીની સાથે-સાથે ઉનાળુ મગફળીની આવક શરૂ થવા પામી છે. હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણ (૨૦ કિલો( મગફળીનો ભાવ ૧૦૫૦ થી ૧૧૦૦ રૂપિયા નોધાયો છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.

(12:25 pm IST)