Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પાલેજ - નારેશ્વર માર્ગ પર સારીંગ પાસેથી આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો:આરોપીઓ નાશી ગયા

ટેમ્પોમાંથી કુલ નાની મોટી બોટલ નંગ ૪૨૨૪ સહીત 26,90 લાખનો મુદામાલ જપ્ત

 પાલેજ – નારેશ્વર માર્ગ ઉપર આવેલા સારીંગ ગામ પાસેથી કરજણ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ  ગયા હતા

   મળતી વિગત મુજબ કરજણ પોલીસ મથકનો પોલીસ સ્ટાફના વલણ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક આઇશર ટેમ્પો નંબર એમ એચ – ૦૪ – જી આર – ૮૧૦૨ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આઇશર ટેમ્પો પાલેજ – નારેશ્વર માર્ગ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે કરજણ પોલીસ મથકના સ્ટાફ સારીંગ ગામની સીમમાં આવેલા ભૂખી નાળા ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતા.

દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને પોલીસે રોકવાની કોશિશ કરતાં ટેમ્પો ચાલકે સારીંગ ગામ તરફ ટેમ્પો ભગાડી સારીંગ ગામની નવીનગરી નજીક કાચા રસ્તા તરફ વળી જઇ ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાંથી કુલ નાની મોટી બોટલ નંગ ૪૨૨૪ કિંમત રૂપિયા ૧૬,૮૯,૬૦૦ તથા ફેસલ ટેમ્પો કિંમત રૂપિયા દસ લાખ ગણી કુલ રૂપિયા ૨૬,૯૦,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ જનાર તોહમતદારો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં નશાબંધી સુધારા વટહુકમની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(8:34 pm IST)