Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હુમલાને પાસ સાથે કોઈ લેવાદેવા નથી :મારી વ્યક્તિગત બાબત છે :કેમેરાને ભાડા મુદ્દે હતી તકરાર :અલ્પેશ કથીરિયા

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો હતો   કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં આ હુમલો થયો હતો દરમિયાન અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી. આ મારી વ્યક્તિગત બાબત છે. મારા ભાઈ સાથે કેમેરાના ભાડાને લઈને તકરાર થઈ હતી. મેં પોલીસને ફરિયાદ આપી દીધી છે. ઘર પાસે ડસ્ટર કારમાં આવ્યા હતા અને મને બોલાવીને મારા પર હુમલો કર્યો હતો.

(11:01 pm IST)