Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સુરત:લેડીડોન તરીકે ઓળખતી અસ્મિતા ઉર્ફે ભૂરીની જમીન અરજી નામંજૂર

સુરતના વરાછા વિસ્તારમાં આંતક મચાવતી લેડી ડોન તરીકે ઓળખાતી અસ્મિતા ઉર્ફે ભુરીની જમીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 20 વર્ષની ભૂરીનો ખુલી તલવાર સાથે ફરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.લેડી ડોન અસ્મિતા ઉફે ભૂરીના એક પછી એક તલવાર સાથેના વીડિયો બહાર આવી રહ્યાં છે. તેવામાં ત્રીજો વીડિયો સામે આવતા પોલીસે લેડી ડોન અસ્મિતા અને તેના સાગરિત રંકહુલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી હતી.

(11:55 pm IST)