Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહિન્દ્રાએ કેયુવી ૧૦૦ ટ્રીપ કાર લોંચ કરી દીધી

તમામ રસ્તાઓ માટે આદર્શ કાર

અમદાવાદ,તા.૧૧ :      મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે (એમએન્ડએમ) કોમ્પેકટ એસયુવી કેયુવી ૧૦૦નું વર્ઝન કેયુવી ૧૦૦ ટ્રીપ લોંચ કરી દીધું છે. આ બંને ફયુઅલ(પેટ્રોલ અને સીએનજી)માં ઉપલબ્ધ રહેશે. પેટ્રોલ અને સીએનજી વાળી ગાડીની કિંમત ૫.૧૬ લાખ રૂપિયા છે જયારે દિલ્હી એક્સ શોે રૂમ પર ડીઝલ ગાડીની કિંમત ૫.૪૨ લાખ રૂપિયા છે. વધુ ને વધુ આ કાર લોકો સુધી પહોંચે એ માટે આકર્ષક ફાઈનાન્સ સ્કીમો, સ્પેશિયલ એસેસરીઝ પેકેજ મુકવામાં આવી છે. ઉપરાંત પાંચ વર્ષની ગેરંટીના પરિણામ સ્વરૂપે પણ માલિકોને રાહત ઉપલબ્ધ કરાવે છે. ફ્રેકસી છ સીટોના વિકલ્પ, ઓછા ઓપરેટિંગ ખર્ચ, આકર્ષક કિંમત, કુશળ ઈન્ટેરિયરના પરિણામે સ્વરુપે કેયુવી ૧૦૦ ટ્રીપ લોકોની અંદર ટૂંકમાં જ લોકપ્રિય બનશે. કેયુવી ૧૦૦ ટ્રીપ કસ્ટમરોને બે કલરમાં ઉપલબ્ધ છે જેમાં ડાયમંડ લાઈટ અને સિલ્વરનો સમાવેશ થાય છે. લાંબા ગાળાના પ્રવાસને ધ્યાનમાં લઈને આમાં તમામ પ્રકારની સુવિધા રહેલી છે. આર્થિક રીતે ફાયદો કરાવે છે. ૦.૩૫-૦.૪૦ કિલોમીટર પ્રતિકિલોમીટરના ખર્ચે આ ગાડી ચાલે છે. ઝડપી સર્વિસ આપની કાર સંબંધિત કોઈ પણ પ્રશ્નોને તરત જ અડચણ વગર ઉકેલી દેવામાં આવેશે. ડયુઅલ એરબેગ વિકલ્પો પણ રહેલો છે. બાળક માટેની સીટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેયુવી ૧૦૦ એનએક્સટી એડવાન્સ એમ-ફાલ્કન એન્જીન  પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે.

(8:06 pm IST)