Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કઠલાલમાં નરાધમે પિતાએ પુત્રની મદદ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરવાનું કૃત્ય કરાવતા પોલીસ ફરિયાદ

નડિયાદ: કઠલાલમાં રહેતા એક યુવકે પોતાના પિતાની મદદથી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાદ યુવકે સગીરા ઉપર મરજી વિરૃધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ અંગે સગીરાએ પોતાના પિતા અને પરિવારજનોને કહેતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવસખોર યુવક અને મદદગારી કરનાર તેના પિતા વિરૃધ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં આવેલ મારવાડી નગરમાં પંકજ ઉર્ફે પકી લખાજી મારવાડી રહે છે. તેણે પોતાના પિતા લખાજી તકાજી મારવાડીની મદદ લઈ  એક ૧૬ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીના ઘરેથી ભગાડી ગયો હતો. ગત્ તા.૭/૬/૨૦૧૮ના રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ પંકજ ઉર્ફે પકીએ પોતાના પિતા લખાજીની મદદ લઈ આ સગીરાને ભગાડી ગયો હતો. આ બાદ પંકજ ઉર્ફે પકીએ તેણીની એક સુમસામ જગ્યા ઉપર લઈ જઈ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.   ઉપરાંત હવસખોર પંકજ ઉર્ફે પકીએ સગીરાને ધમકી આપતા  કહ્યુ કે આ અંગે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. ગભરાયેલી સગીરાએ હિંમત કરી પોતાની સાથે બનેલ ઘટના અંગે પોતાના પિતા સહિત પોતાના પરિવારજનોને જણાવી હતી. 
 

(5:36 pm IST)
  • કાલે મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે વધુ 12 થી 15 પૈસા સુધીનો ઘટાડો થશે :ઘટ્યા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :નવા ઘટયા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 75,75 રૂપિયા અને ડીઝલના 72,95 રૂપિયા થશે :પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત ઘટાડો થઇ રહયો છે access_time 9:45 pm IST

  • પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકી મોકલવાની તૈયારીમાં : સુરક્ષા એજન્સીઓને ગુપ્ત રિપોર્ટ : અંદાજે ૨૦૦ આતંકીઓને આપવામાં આવી ખાસ ટ્રેનીંગ?: ૨૨ હજારથી વધુ અર્ધસૈનિકોનું દળ મોકલવા માંગ access_time 3:37 pm IST

  • બહુમત નહિ મળે તો પ્રણવ મુખર્જી હશે એનડીએના પીએમપદના ઉમદેવાર?: શર્મિષ્ઠા મુખરજીએ શિવસેનાનો દાવો ફગાવ્યો : શર્મિષ્ઠાએ કહ્યું તેના પિતા ફરીવાર સક્રિય રાજનીતિમાં નહિ આવે. access_time 11:15 pm IST