Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભિલોડા તાલુકા નજીક કારે બાઇકને હડફેટે લેતા બે પિતરાઈ ભાઈના સારવાર દરમ્યાન મોત

ભિલોડા: તાલુકાના ધોલવાણીથી વિજયનગર રોડ ઉપર કારના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ શખ્સો નીચે રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને તાબડતોડ વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પીટલમાં લઈ જવાતાં હતા તે દરમિયાન બે શખ્સોનું રસ્તામાં જ  મોત નીપજયું હતું.જયારે વધુ એક ઈસમને ઈજાઓ થતાં હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. ભિલોડા તાલુકાના ધોલવાણી થી વિજયનગર રોડ ઉપર સીફટ ગાડીના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી.જેથી બાઈક રોડ ઉપર ફંગોળાયું હતું. બાઈક ઉપર ધનસોર ગામના અમિતભાઈ,હાર્દિકભાઈ તથા ધવલભાઈ જતા હતાં. અચાનક કારની જોરદાર ટક્કર વાગતા ત્રણેય ઈસમો રોડ ઉપર પટકાયા હતા.અને અમિતભાઈ તથા હાર્દિકભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.તથા ધવલને શરીરે વત્તા ઓછી ઈજાઓ થઈ હતી. તાબડતોડ આ ત્રણેય ઈસમોને સારવાર અર્થે હિંમતનગર ખાતે લઈ જતાં હતા તે દરમ્યાન રસ્તામાં જ અમિતભાઈ અને હાર્દિકભાઈ નું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. 
 

(5:35 pm IST)