Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

માલપુર તાલુકાની નદીમાં ન્હાવા પડેલ પાંચ મિત્રોનો પગ લપસતાં પાણીમાં ગરકાવ

અરવલ્લી:ના માલપુર તાલુકાના નદીવાળું ગોવિદંપુર,શામપુર અને ટીસ્કી ગામના આઠ મિત્રો બાઈક લઈને રવિવારના રોજ મહિસાગર જિલ્લાનાખાનપુર તાલુકાના દેગમડા નજીક આવેલા મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા.ત્યારે નદીમાં મિત્રો ન્હાવાની મજા માણતા હતા તે દરમિયાન એક મિત્રનો પગ માટીમાં ફસાયો હતો.તેને કાઢવા માટે અન્ય મિત્રો બચાવવા નદીમાં ગયા હતા. જેથી ઉંડા પાણીના કારણે પાંચ મિત્રોના નદીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજયા હતા.આમ એક જ ગામના ત્રણ મિત્રો અને એક ના એક પુત્રોના મોત થતાં ગામમાં માતમ છવાયો હતો. આ બનાવની જાણ ગામમાં થતાં સગા-સંબંધીઓ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા.આ ગોઝારા અકસ્માતમાં પાંચ યુવાન મિત્રોના મોત થી માલપુર પંથકમાં શોકની લાગણી  છવાઈ હતી.આમ અરવલ્લી જિલ્લા માટે રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના આઠ મિત્રો બાઈક લઈને રવિવારના રોજ ખાનપુર તાલુકાના દેગમડા પાસે આવેલી મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા.નદીમાં ન્હાવાની મજા માણતાં હતા તે દરમ્યાન નદીમાં એક મિત્રનો માટીમાં પગ ફસાયો હતો.જેને અન્ય મિત્રો મદદ કરવા ગયા હતા. તે દરમ્યાન ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.મહિસાગર નદીમાં એકાએક પાણીના પ્રવાહમાં પાંચ મિત્રો ડૂબવા લાગ્યા હતા.
 

(5:35 pm IST)