Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહેમદાવાદ-ખેડા રોડ પર રિક્ષાની ટક્કરે રાહદારીને ગંભીર ઇજા

મહેમદાવાદ:મહેમદાવાદ-ખેડા રોડ ઉપર છાપરા પાટિયા પાસેથી ચાલતા જતા રાહદારીને રીક્ષાએ ટક્કર મારતા ઈજા થઈ હતી. જ્યારે બીજા બનાવમાં ખેડા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકને ઈજાઓ થવા પામી હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ જીઈબી ગ્રીડ પાછળ રહેતા મહેશભાઈ કાંતીભાઈ તળપદા ગત તા.૩-૬-૧૮ની રાત્રે મહેમદાવાદ-ખેડા છાપરા પાટીયા નજીકથી ચાલતા જતા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ પીયાગો રીક્ષા નં.જીજે-૦૭ એટી-૪૯૪૧એ ટક્કર મારી રીક્ષાચાલક રીક્ષા લઈ નાસી ગયો હતો. રીક્ષાની ટક્કર વાગતા મહેશભાઈ તળપદાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ ખેડા-અમદાવાદ હાઈવે ઉપર સર્જાયો હતો. જેમાં અમદાવાદ કલાપીનગરમાં રહેતા જીનકા બાબુભાઈ પટેલ કાર હંકારી જઈ રહ્યાં હતા. ત્યારે ચીરીપાલ કંપની નજીક પાછળથી પૂરઝડપે આવેલ ટ્રક નં. જીજે-૧૪ એક્સ-૫૨૭૯ એસેન્ટ કાર સાથે અથડાઈ હતી. 
આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જીનલ બાબુભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)