Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નડિયાદ તાલુકાના ખુશાલપુરા પાટિયા નજીક એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત

 

નડિયાદ: તાલુકાના ખુશાલપુરા પાટિયા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને નડિયાદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા એક્ટિવા મળી કુલ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ રૂરલ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન સલુણના ખુશાલપુરા પાટીયા નજીક વાહનના ચેકીંગમાં ઊભી હતી ત્યારે એક્ટિવા નં. જીજે ૦૭ બીજી ૦૦૭૨ને ઊભુ રખાવી એક્ટિવા ચાલકની પૂછપરછ કરતા કેતનભાઈ જગદીશભાઈ પટેલ (રે. હરીઓમનગર, કોલેજ રોડ, નડિયાદ)નો એક્ટિવાંની ઉપરથી વિદેશી દારૂની બોટલ નં. ૨૪ કિંમત રૂ. ૧૦,૮૦૦નો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂ ભરતભાઈ ગલાભાઈ તળપદાના છોકરા (રે. સલુણ) પાસેથી મેળવી હેરાફેરી કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ તથા એક્ટિવા રૂ. ૧૪,૦૦૦મળી કુલ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે કેતન જગદીશભાઈ પટેલ તથા ભરત ગલાભાઈ તળપદાના છેકરાના સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(5:34 pm IST)