Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખેડા પોલીસે સંધાણાની સીમમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 7 શખ્સોની અટકાયત કરી

ખેડા:પોલીસે માતર તાલુકાના સંધાણા સીમમાં ખેતરમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો દાવ ઉપર લગાવેલ રોકડ તેમજ મોબાઈલ નંગ ૬ મળી કુલ રૂ. ૩૩,૫૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
એલસીબી ખેડા પોલીસ આજે બપોરે નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી પસાર થતી હતી ત્યારે મળેલ માહિતી આધારે માતર તાલુકાના સંધાણા ટોલ પ્લાઝા નજીક ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારના અખાડા ઉપર દરોડો પાડ્યો હતો. 
આ દરોડાને પગલે પોલીસને જોઈ નાસભાગ મચી જવા પામી હતી. જોકે એલસીબી ખેડા પોલીસે કોર્ડન કરી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં સતારભાઈ અબ્દુલભાઈ શેખ, ઐયુબમીયાં મીરસાબમીયાં મલેક, અલ્તાફ ગુલામનબી મલેક, બહાદુરસિંહ કેસરીસિંહ મહિડા, ફિરોજ ઉર્ફે ફચ યુસુફભાઈ વ્હોરા, બંસીભાઈ મંગળભાઈ મારવાડી તથા શરીફખાન પાસીનખાન પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપર લગાડેલા રૂ. ૪૪૦૦, અંગજડતીમાં રૂ. ૨૪૬૪૦ તેમજ મોબાઈલ નં-૬ રૂ. ૪૫૦૦ના મળી કુલ રૂ. ૩૩૫૪૦નો મુદ્દામાલ તેમજ પત્તાપાના તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદ આધારે માતર પોલીસે જુગારધામ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)