Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રર વર્ષથી ભાજપનું શાસન છતા ખેડુતોના પ્રશ્ને ચિંતન કરવુ પડે ? દેવા શા માટે માફ નહિં ?

ખેડુતોની બેહાલી માટે સરકારજ જવાબદારઃ હિંમાશું પટેલ

અમદાવાદ તા ૧૧ : વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપ સરકારે ગુજરાતનાં ખુડૂતોને પોષ્ણક્ષમ ભાવો મળતા નહિં હોવાનો સ્વીકાર કરી ખેત ઉત્પાદન વધે તેમજ પશુપાલનને પણ કૃષિ સમકક્ષ દરજ્જો આપવા કરાયેલું મનોમંથન બતાવે છેે કે, કિસાનોનો ભોગ લઇ સતા મેળવનાર ભાજપ ેછેલ્લા ૨૨ વર્ષમાં ખેડૂતોને છેતરીને અન્યાય જ કર્યો છે. ખેડૂતોના નામે મગરના આંસુ સારી સતામાં ટકી રહેલી ભાજપ સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી નિતીના કારણે આત્મહત્યા કરવા માટે મજબુર થઇ રહેલા કિશાનોનુ ં હિત જાળવવામાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાથી તેને એક દિવસ પણ સતામાં રહેવાનો અધિકાર નહીં હોવાનું ગુજરાત કોગ્રેસનાં પ્રવકતા ડો હિમાંશુ પટેલે જણાવ્યું છે.

વિજયભાઇ રૂપાણીએ છેલ્લા ૪ વર્ષમાં મોદી સરકાર તેમજ છેૈલ્લા ૧૦ વર્ષમાં યુપીએ સરકારે ખેડૂતોને શું આપ્યું તેની જાહેરાત કરવી જોઇએ,૨૨ વર્ષના કુશાસન પછી આગામી ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવા માટે ચિંતન કરવુ પડે તે બતાવે છે કે  ભાજપ સરકાર જ ખેડૂતોની આર્થિક બેહાલી માટે જવાબદાર છે. કૃષિ મંત્રીએ પણ સ્વીકારવુ પડયું છે કે કૃષિ અધિનીયમની આઠ બાબતોનો યોગ્ય અમલ કરાતો નથી.

દરેક રાજયોમાં ચંુટણી પહેલા દેવા માફ કરવાની પોકળ જાહેરાતો કરનાર ભાજપને શું અન્ય રાજયો કરતા ગુજરાતના ખેડૂૈતો એટલા બધા સમૃદ્ધ લાગે છે કે, રાજયના ખેડૂતોનાં દેવા પણ માફ કરી શકાતા નથી ? આ બાબતે વડોદરામાં ચિંતન નહી કરવા સામે આક્રોશ વ્યકતા કરતા તેેમણે જણાવ્યું છે કે  અત્યારે યોગ્ય ભાવોના અભાવેે શાકભાજી અને દુધ રોડ ઉપર ફેંકી રહેલા ખેડુતો ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ભાજપને સતા ઉપરથી ફેંકી દેશે. પંચાયત - પાલિકાઓમાં પ્રમુખ- ઉપ પ્રમુખોની ચુંટણીમાં તોડજોડનું રાજકરણ રમ્યા વિના ખેડુતોને આર્થિક પાયમાલીમાંથી ઉગારવા તાત્કાલીક દેવા માફીની જાહેરાત કરવાનું જણાવતા હિમાંશુ પટેલે દરેક પાકોમાં યોગ્ય ભાવ સમયસર આપવા માગણી કરી છે.

(3:50 pm IST)