Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આજે સ્કુલોના આરંભ સાથે જ આઇપીએસ-જીપીએસ અફસરોએ મોટો નિસાસો નાંખ્યો!!: હવે સંતાનોના એડમીશનનું શું થશે?

શનિ-રવિમાં બઢતી-બદલી આશા ફરી ઠગારી ? એકાદ બે દિ'માં મુહુર્ત ન આવે તો પોલીસ તંત્ર માટે વગર કમુહુર્તાએ કમુહર્તાઃ હતાશા વધી : ચિંતન શિબિરમાં અધિકારીઓના પ્રશ્નો પણ ચર્ચાયા હોત તો ઉત્સાહી અફસરો દોડી-દોડીને લોકોના તમામ કામ ચોક્કસ કરી આપત

રાજકોટઃ છેલ્લા એક માસથી દર શનિ-રવી બઢતી-બદલીના ઓર્ડરની ચાતક નજરે રાહ જોતા જીપીએસ અને આઇપીએસ કક્ષાના અધિકારીઓએ આ વખતે મોટો નિસાસો નાંખી અને જે હતાશા ખાનગીમાં અનુભવી તેની વ્યથાનું શબ્દોમાં વર્ણન થઇ શકે તેમ નથી.

આ વખતે અર્થાત આજે પરોઢે મોટો નિસાસો નાંખ્યો તેની પાછળ પોતાના સારા પોસ્ટીંગની ચિન્તા ન હતી. ચિન્તા એ બાબતની હતી કે ઉનાળાનું એક માસનું વેકેશન પુર્ણ થયું અને સ્કુલો ચાલુ થઇ ગઇ હવે નવા શહેર જીલ્લામાં ભવિષ્યમાં બદલી થશે ત્યારે પોતાના સંતાનોને એડમીશન કઇ રીતે અપાવીશું? પોતાના સંતાનો માનસીક રીતે નવા વાતાવરણમાં કઇ રીતે એડજેસ્ટ થશે? અધુરામાં પુરૂ આ અધિકારીના ઘરના હોમ મીનીસ્ટર પણ જાણે સંબંધક અફસરના પોતાના જ હાથમાં બઢતી-બદલીનો પ્રશ્ન હોય તેમ સંતાનોના પ્રશ્ને ઘરમાં પણ તું-તું-મૈં-મૈં થાય છે. અધુરામાં પુરૂ સંતાનો પણ પિતા (જીપીએસ-આઇપીએસ) અધિકારીને જ પોતાના અભ્યાસ ગડવા પાછળ દોષ આપે છે. હવે આનાથી બીજી કઇ દયનીય હાલત હોય શકે? ઘણા જીપીએસ અંગે જુનીયર આઇપીએસ કહે છે કે, આવા પ્રશ્નોથી બચવા ઘણી વખત ઓફીસમાં જ મોડે સુધી બેસી રહેવું પડે છે.

એસપી કક્ષાએ બઢતી માટે જે બે અધિકારી (એસ.કે.ગઢવી) અને આર.એસ.યાદવનો પ્રશ્નો અંતરાય રૂપ હતો. તે મામલે પણ નિર્ણય લેવાઇ ગયાનું અને ડીપીસી રોજકામમાં પણ સહીઓ થઇ ગઇ હતી. પરંતુ આ બધી પ્રોઝેટીવ બાબત પણ નેગેટીવ પુરવાર થઇ.

આઇપીએસ એસોએ ગત માર્ચમાં રજુઆત કરી ત્યારે ગૃહ ખાતા દ્વારા માર્ચમાંએસીઆર આવી ગયો એપ્રીલમાં ડીપીસી બોલાવી ઓર્ડર આપી દેશું તેવુ આશ્વાસન અપાયેલ જીપીએસ કક્ષાએ તો દિલ્હીથી મંજુરી લેવી પડતી ન હોવાથી આ પ્રશ્ન હલ કરવો જોઇએ તેવી લાગણી પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપી કક્ષાએ છે.આઇપીએસકક્ષાના અફસરો ખાનગીમાં એવી લાગણી વ્યકત કરે છે કે જેને આ નિર્ણય કરવાનો છેતેવા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પાસે આખા દેશને લગતુ સંગઠન, ગઠબંધનની ગતિવિધીઓ દેશભરમાં ચાલતા આંદોલન વિ. બાબતે ર૦૧૯ની ચુંટણી સંદર્ભે બાજ નજર હટાવી શકાય ન હોય તે સ્વભાવીક છે. ગુજરાતમાં આવે ત્યારે સમય ન હોય.

આના વિકલ્પે મુખ્યમંત્રીના પ્રિન્સીપાલ સેક્રેટરી કે બીજા સેક્રેટરી અથવા એડીશ્નલ ચીફ ઓફીસરો પછી જોઇન્ટ .ેક્રેટરી નિખીલ ભાઇ ભટ્ટ વિ. મારફત લીસ્ટ એપ્રુવ્લ કરાવા અમિતભાઇનાં બંગલે મોકલી શકાય.

મોટા ભાગે હવે એવું માનવામાં આવે છે કે હવે રથયાત્રાના નામે બઢતી-બદલી પર પુર્ણવિરામ લાગશે? રથયાત્રા પછીના દિવસો કેલેન્ડર લઇ તંત્ર બેસે તો તે પછી મોહરમ, જન્માષ્ટમી બંદોબસ્ત, વરસાદને કારણે આવતા પુર -સ્થળાંતર કામગીરી શ્રાવણ માસ નવરાત્રી અને ત્યાર બાદ દિવાળી હવે આમા કયા સમય મળશે કે પછી તંત્ર ચુંટણી નજીક આવે ત્યાં સુધી સહુને અધ્ધરતાલ રાખવા માંગતા હોય તેવું જાણ્યે-અજાણ્યે ઉકત અધિકારીઓના મગજમાં છાપ પડી છે.

આઇએએસની માફક ડાયરેકટ આઇપીએસ કક્ષાના એએસપીઓ પોસ્ટીંગ વિહોણા

રાજકોટઃ રાજકોટમાં યશસ્વી કામગીરી બજાવનાર અને લાંબો સમય વિદેશ ગયા બાદ પરત ભરેલા સિનીયર આઇએએસથી લઇ પોણો ડઝન જેટલા આઇએએસને રેગ્યુલર પસ્ટીંગ મળ્યા નથી. બીજી તરફ ઘણા આઇએએસ પાસે બબ્બે-ત્રણ-ત્રણ ખાતાઓ છે. આવા અફસરો પણ પોતાની પાસેથી વધારાના ખાતાઓ અન્યોને આપવા સામેથી રજુઆતો કરે છે.

આઇએએસ માફક ડાયરેકટર આઇપીએસ કક્ષાના ૬ થી ૭ એએસપીઓનો કાર્યેકાળ પુર્ણ થયો હોવા છતાં તેઓને રેગ્યુલર એસપી તરીકે બઢતી આપી પોસ્ટીંગ અપાતા નથી. નવાઇની વાત એ છે કે તેમના બેચમેટોને ઘણા સમયથી બઢતી મળી છે. આમાના એક તો દેવભુમી દ્વારકાના એસપીના બેચમેચટ છે. આવા અધિકારીઓએ કંટાળી જાતે રજુઆતો કર્યાનું પણ ચર્ચાય છે.

એડીશ્નલ એસપી જેવા ભારેખમ હોદા પણ હાલત હજુ ડીવાયએસપી જેવી જ

રાજકોટઃ ર૦૧૦ની બેચના ડીવાયએસપીઓને ભારે મથામણ, તમામ સંપર્કો કામે લગાડી બઢતી મેળવી,  હુકમો જોયા બાદ ચક્કર ખાઇ ગયેલા ગુજરાતમાં જે પ્રથા ન હતી તેવી એડીશ્નલ એસપીની નવી પ્રથા ઉભી કરી સંતોષ ખાતર બઢતી આપી પરંતુ મૂળ જગ્યાએ જ મુકાયા. આ એડીશ્નલ એસપીઓ ભલે મોટા ધરખમ નામનો હોદો ધરાવતા હોય પરંતુ તેઓના હાલ હજુ ડીવાયએસપી જેવા જ છે. ઘણા સ્થળોએ તો આવા એડીશ્નલ એસપીઓને ડાયરેકટ આઇપીએસ  કે બીજા સીનીયરો એસપી માનવા તૈયાર જ નથી. પ્રથમ જીલ્લાઓ માટે મોટા ભાગે પ્રયત્નો કર્યા બાદ ગૃહ ખાતાએ નિયમ બતાડતા હવે વધુ ડીવાયએસપી જેવી હાલતમાં રહેવું ન પડે તે માટે કહી નહી તો છેવેટે હોમગાર્ડ કમાન્ડન્ડ તરીકે પોસ્ટીંગ આપવા પણ રજુઆતો કરી દીધી છે.

(2:43 pm IST)