Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોધરાઃ જીતપુરની સીમમાં તુવેરના કરેઠા નીચે સંતાડેલો 10.64 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની માહિતી મુજબ પોલીસે જીતપુર ગામની સીમમાં દરોડો પાડી તુવેરના કરેઠા નીચે સંતાડવામાં આવેલી આશરે 2184 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. જેની કિંમત 10,64,400 રૂપિયા થાય છે. પોલીસને મળેલી બાતમીના આધારે આવડી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ કેસમાં પોલીસે 5 શખ્સ વિરૂધ કેસ દાખલ કર્યો છે. 

(2:30 pm IST)