Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રાજ્યના આઠેય મહાનગરોમાં કોંગ્રેસ વિપક્ષના નેતાઓ બદલશે;અમદાવાદમાં સહી ઝુંબેશ

અમદાવાદ :અમદાવાદ સહિત રાજ્યના આઠેય મહાનગરમાં કોંગ્રેસ વિપક્ષના નેતાઓને બદલવાની કોંગ્રેસે તૈયારી હાથ ધરી છે સૂત્રો કહે છેકે,અઢી વર્ષ પૂર્ણ થતાં વિપક્ષના નેતાનું પદ મેળવવા ય કોંગ્રેસમાં ભારે ખેંચતાણ જામી છે. અમદાવાદમાં ય ૪૦ કોંગ્રેસી કોર્પોરેટરોએ સહીઝુંબેશ શરુ કરીને વિપક્ષના નેતા બદલવાની માંગ બુલંદ બનાવી છે

 કોંગ્રેસ દ્વારા . ૧૫મી જૂન પહેલાં મહાનગરોમાં વિપક્ષના નેતા બદલી દેવાશે.તેમ મનાય છે કોંગ્રેસે શહેરોમાં દબદબો કાયમ કરવા મજબૂત વિપક્ષી યુવા નેતાઓની પસંદગી કરવા તૈયારી કરી છે.

(1:40 pm IST)