Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

યુનિવર્સિટીઓમાં પ્રવેશ ફીના નામે જંગી લૂટ !

વિદ્યાર્થીઓ લૂટાય છે, સરકાર કયાં ઉંઘે છે ? ડો. મનીષ દોશીના પ્રહારો

અમદાવાદ, તા. ૧૧ : પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાની લૂંટ વિદ્યાર્થીઓ પાસેથી કરે છે. ખાનગી યુનિવર્સિટીઓ પણ દર વર્ષે ફોર્મ ફીના નામે કરોડો રૂપિયાની કમાણી કરે છે. સરકારની ટેકનિકલ ડિપ્‍લોમાં અને મેડીકલની પ્રવેશ સમિતિઓ ‘પીનના નામ પ્રોફીટે' કરી રહી છે. ત્‍યારે ત્રણ વર્ષમાં ૪૭ કરોડની લૂંટ, પ્રવેશ  સમિતિઓએ ૩૦.૩૩ કરોડ લૂંટયા, ખાનગી યુનિ.ઓએ ૧૭ કરોડ ખંખેર્યા, ઓનલાઇન પ્રવેશમાં પીનના કારોબાર, નફાખોરી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં મેડીકલ, પેરામેડીકલ, એન્‍જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ, ડિપ્‍લોમાં એન્‍જીનીયરીંગ તથા ગુજરાત યુનિવર્સિટીના બીએ, બીકોમ, બીએસસી સહિતના કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં સરકારની વિવિધ પ્રવેશ સમિતિઓ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કરોડો રૂપિયાની લૂંટ ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી કરવામાં આવે છે.

ઓનલાઇન રજીસ્‍ટ્રેશન માટે ર૦થી રપ રૂપિયાના પીન નંબરના વિદ્યાર્થીઓ પાસેથી ૧પ૦ રૂપિયાથી લઇ ૧પ૦૦ રૂપિયા લેવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની વિવિધ પ્રવેશ કમીટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓએ પીન અને પ્રવેશ ફોર્મના નામે નાની મોટી રકમ નહીં પણ ૪૭ કરોડ જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓના ખિસ્‍સામાંથી ખંખેરી છે. ગુજરાતમાં પીનના નામે થતો પ્રોફીટ જે રીતે વેપાર થાય છે. પ્રવેશ ફોર્મનો એ પ્રવેશ ફોર્મની કિંમત પર રોક લાગવી જોઇએ જે ખર્ચ થાય છે એનાથી ૧૦ ટકા વધુમાં વધુ રકમ લેવી જોઇએ કરોડો રૂપિયાની નફાખોરી કરીને ગુજરાતના સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના વાલીઓને લૂંટનારી આ સરકારની પ્રવેશ સમિતિ હોય કે ખાનગી યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ હોય વિદ્યાર્થી વાલી તેનો ભોગ બને છે.

ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, રાજયની સરકારી પ્રવેશ કમીટીઓ પીનના નામે સૌથી વધારે પ્રોફીટ કરી રહી છે. જેમાં એન્‍જીનીયરીંગ અને ટેનિકલ કોર્ષની પ્રવેશ સમિતિને દર વર્ષે કરોડો રૂપિયાની પીનની આવક થાય છે. ચાલુ વર્ષે એન્‍જીનીયરીંગની પ્રવેશ સમિતિએ માત્ર બીઇ અને ફાર્મસીના રજીસ્‍ટ્રેશનમાં જ ર.પ કરોડની કમાણી કરી છે. જયારે ડિપ્‍લોમાં ઇજનેરીની પ્રવેશ સમિતિઅ ૧.૩પ કરોડની આવક કરી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ બીએ, બીકોમ, બીએસસી, એલએલબીની પ્રવેશ કમીટીઓની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ વર્ષે ફોર્મ ફી પેટે ૧ કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખીસ્‍સામાંથી ખંખેર્યા છે. જયારે નિરમા, પીડીપીયુ અને ધીરૂભાઇ અંબાણી જેવી ખાનગી યુનિવર્સિટીઓએ પણ ચાલુ વર્ષે અંદાજે પ.૯પ કરોડ ફોર્મ ફી પેટે ખંખેર્યા છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓએ પણ છેલ્લા ત્રણ વર્ષમાં ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી ૧૭ કરોડની કમાણી કરી છે. આ તો ફકત સ્‍ટેટ કવોટાની ૭પ ટકા બેઠક ભરવા માટે ઉઘરાવેલી ફોર્મ ફીનો આંકડો છે. જયારે મેડીકલ-પેરામેડિકલ, ડીગ્રી ઇજનેરી અને ફાર્મસીની રપ ટકા મેનેજમેન્‍ટ કવોટાની બેઠકો ભરવા માટે ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓ કરોડો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ છે. ર૦ થી રપ રૂપિયાનાપીન કે ફોર્મ માટે પ્રવેશ સમિતિઓ અને યુનિવર્સિટીઓ ૧પ૦ રૂપિયાથી લઇ ૧પ૦૦ રૂપિયા સુધીની ફી ઉઘરાવે છે. ત્‍યારે સરકારની પ્રવેશ સમિતિઓ એડમીશનના નામે કરતી લૂંટ સરકાર વહેલી તકે બંધ રાવે તે જરૂરી છે.

(11:49 am IST)