Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વ્યભિચારી પતિને હોટલમાં ઓડિસાની યુવતિ ચાંદની સાથે છબછબીયા કરતો પત્નિએ ઝડપી લીધો: માતા-નણંદનો સાથ

ચોટલો ઝાલી રૂમ બહાર કાઢી બરાબર ધોલાઇ કરી : પોલીસ આવે એ પહેલા પતિ છટકીને રફૂચક્કર

રાજકોટ તા. ૧૧ : ચાંદખેડાના શુકનઓર્ચીંડમાં રહેતા શ્રધ્ધાબેન પટેલના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ જીગ્નેશભાઇ પટેલ સાથે થયા હતા.પરંતુ પતિ આડી લાઇનનો હોવાથી બહારની મહિલાઓ સાથે પણ રંગરેલીયા મનાવતો હતો. છેલ્લા કેટલાય દીવસથી મોટાભાગે તે ઘરે આવતો ન હતો. જેના કારણે પત્નિ શ્રધ્ધાને તેના જીગ્નેશના ચરિત્ર પર શંકા હતી. બે દીવસથી જીગ્નેશ ઘરે પરત આવ્યો નહોતો. એટલે શ્રધ્ધાબેન તેમના સાસુ અને નણંદ તેણે અલગ-અલગ સ્થળોએ શોધતા હતા.શનિવારે રાત્રે આઠ વાગે અડાલજ હાઇવે પરની વિનસ હોટલ પાસેથી પસાર થતાં હતા ત્યારે જીગ્નેશના એકટીવાના નંબરના આધારે તેઓ હોટલમાં ગયા હતા.

વિનસ હોટલમાં શ્રધ્ધાબેનનો પતિ જીગ્નેશ ઓરીસ્સાની ચાંદની નામની ઓડિસાની મહિલા સાથે રંગરેલીયા મનાવતો નજરે જોયો હતો. જેથી સૌપ્રથમ જીગ્નેશને અને ચાંદનીને ચોટલો પકડીને રુમની બહાર કાઢી ૩ મહિલાઓએ ધોલાઇ કરી હતી. ત્યારબાદ બંન્નેને પકડી રાખ્યા હતા. જો કે પોલીસ પહોંચે તે પહેલા જ જીગ્નેશ પત્નિ ,માતા અને બહેનના હાથમાં છટકીને ભાગી ગયો હતો.ચાંદનીને ચાંદખેડા પોલીસને સોંપવામા આવી હતી.

પોલીસે ચાંદનીનુ નિવેદન લઇ વિનસ હોટલમાં તપાસ કરતાં જીગ્નેશેઙ્ગ હોટલમાં ખોટા દસ્તાવેજ રજુ કરીને રોકાયો હતો. પોલીસે જીગ્નેશ વિરુધ્ધ વ્યભીચારની એન.સી ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:14 am IST)