Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વડોદરાના અનગઢમાં ક્લિનિક ચલાવતા લંપટ ડોકટર પ્રતિક જોષી સામે પોલીસ ફરિયાદ: કમ્પાઉન્ડરની ધરપકડ

ડોકટર નશીલી દવાઓનો ઉપયોગ કરતો : પાઉન્ડર વિરુદ્ધ આઇટી એક્ટ મુજબ ગુનો

વડોદરા :વડોદરા નજીકના અનગઢના એક તબીબની કામલીલાનો વિડિઓ વાયરલ થયા બાદ આ તબીબ ફરી ગામમાં જતા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો તબીબ મહિલા દર્દી સાથે અશ્લીલ કારકતો કરતો હતો અંતે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર એવા અનગઢમાં ક્લિનિક ચલાવતા લંપટ ડોકટર પ્રતિક જોષી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ડોકટર પ્રતિક સામે એક પીડિતાએ દુષ્કૃત્યની ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસે હાલમાં લંપટ ડોકટરના કંપાઉન્ડરની પણ ધરપકડ કરી છે.
  નંદેસરી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ડોકટર અને કંપાઉન્ડર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યુ છે કે ડોકટર નશીલી દવાઓનો ઉપયોગ કરતો હતો. જ્યારે પોલીસે કંપાઉન્ડર વિરુદ્ધ આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(8:33 pm IST)