Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હાર્દિક પટેલ મધ્યપ્રદેશને ઘમરોળશે: બે તબક્કામાં એક મહિનો કરશે યાત્રા: અંદાજે 100 જેટલી વિધાનસભા માંથી થશે પસાર

નર્મદા નદીના ઉદગમસ્થાન અમરકંટકથી યાત્રાની શરૂઆત કરશે :50 નાની રેલી અને ચાર મોટી રેલીને કરશે સંબોધિત

ગુજરાતનાં પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે મધ્યપ્રદેશમાં વર્ષનાં અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાતાઓને જાગૃત કરવા માટે યાત્રા કાઢશે. હાર્દિક પટેલે કહ્યું કે, હું નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી આગામી મહિનાથી પોતાની યાત્રા ચાલુ કરીશ. મહીનાની યાત્રા બે તબક્કામાં બુંદેલખંડ, મહાકૌશલ, અને માલવા નિમાડની આશરે 100 જેટલી વિધાનસભામાંથી પસાર થશે. તેણે જણાવ્યું કે, તે પોતાની યાત્રા દરમિયાન 50 નાની સભાઓ સાથે ઇંદોર, ભોપાલ, ધાર અને સાગરામાં ચાર મોટી રેલીઓને સંબોધિત કરશે

 હાર્દિક પટેલે કહ્યું કે, યાત્રા દ્વારા યુવાનો અને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માંગીએ છીએ. અમે એવું ક્યારે પણ નહી કહીએ કે મતદાતા આગામી વિધાનસભામાં કયા દળના ઉમેદવારને પસંદ કરે. અમે મતદાતાઓને અપીલ જરૂર કરીશું કે તેઓ પોતાનાં હાલનાં ધારાસભ્યોની યોગ્ય કસોટી કરે. પ્રદેશની ભાજપ સરકાર જનતા, ખાસ કરીને યુવાનો અને ખેડૂતની અપેક્ષા પર ખરી નથી ઉતરી શકી. જો મારા દ્વારા જનતાનાં હિતોનો મુદ્દો ઉઠાવવા અંગે ભાજપને લાગે છે કે હું કોંગ્રેસનો એજન્ટ છું. તો હા હું કોંગ્રેસનો એજન્ટ છું

(8:46 am IST)