Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાજપ સાંસદ લીલાધર વાઘેલાના પૌત્રએ અજય વાઘેલાનું ભાજપમાંથી રાજીનામું:કોંગ્રેસનો ખેસધારણ કર્યો

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું ;અજય વાઘેલા ભાજપ મોવડીમંડળ દ્વારા અવગણનાથી નારાજ

અમદાવાદ :પાટણના ભાજપ સાંસદ લીલાધર વાઘેલાના પૌત્રએ અજય વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો ખેસધારણ કર્યો છે.અજય વાઘેલાએ જ ભાજપ મોવડી મંડળથી નારાજ હોવાને પગલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજીનામું મોકલી આપ્યું હતું.

 અજય વાઘેલાનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ તકે અજય વાઘેલા જણાવ્યું હતું કે ભાજપ મોવડી મંડળ દ્વારા સતત અવગણના થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અજય વાઘેલા બી.એસ.એન.એલ માં ટી.એ.સી કમિટીના મેમ્બર હતા.

(4:45 pm IST)