Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

''ઝીરો શેડો '' બપોરે 12,39 વાગ્યે પડછાયો ગાયબ:ખગોળીય ઘટનાના લોકો બન્યા સાક્ષી

અમદાવાદઃઆજે એક અદભૂત ખગોળીય ઘટના બની જેના લોકો સાક્ષી બન્યાં હતાં. અમદાવાદ સહિતનાં કેટલાંક સ્થળોએથી આજે બપોરનાં 12:39 વાગ્યેથી પડછાયો એકાએક ગાયબ થઇ ગયો હતો. કર્કવૃત અને મકરવૃત વચ્ચેથી સૂર્ય પસાર થાય છે. જૂન અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જ્યારે પડછાયો 60 સેકન્ડ માટે ગાયબ થઇ જતો હોય છે.

   આ ખગોળીય ઘટનાને ભારતમાં "ઝીરો શેડો" કહેવામાં આવે છે. ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આ ઘટના જૂન અને જુલાઇમાં પણ બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ આ ઘટના મેં મહિનામાં આકાર લેતી હોય છે. ધરતી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે જેથી જુદા-જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવાં મળે છે

(4:42 pm IST)