Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ધરમપુર તાલુકાના ગામોમાં આઇસોલેશન સેન્‍ટરોની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ

અકિલાને કલેકટર આર. આર રાવલે જણાવ્યું કે ખારવેલ અને બારોલીયા ખાતે કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્‍ટર અને કાકડકુવા તેમજ અન્ય ગામોની કલેકટરે મુલાકાત કરી હતી અને અપીલ પણ કરી છે કે લોકો લાભ લે તે જરૂરી છે

વલસાડ: રાજ્‍યમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મારું ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાન હેઠળ કોરોનાને ગામડામાં જ નાથવા અનેકવિધ પગલાં લીધાં છે. વલસાડ જિલ્લામાં પણ કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ ગામડાઓમાં વિસ્‍તરી રહેલા કોરોનાને નાથવા ગ્રામ્‍યકક્ષાએ જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગામની શાળા, હોલમાં આઇસોલેશન સેન્‍ટર ઊભા કરવામાં આવી રહયા છે. જેથી કરીને સંક્રમિત દર્દીને અલગ રાખી કુંટુબના સભ્‍યોને સંક્રમિત થતા અટકાવી શકાય. અહીં આઇસોલેશન કરાયેલા દર્દીઓને જરૂરીયાત જણાય તો હોસ્‍પિટલમાં દાખલ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી છે. વલસાડ કલેકટર આર.આર.રાવલે ધરમપુર તાલુકાના ખારવેલ અને બારોલીયા ખાતે કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્‍ટર અને કાકડકુવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઇ ત્‍યાંના ડોકટર્સ અને આરોગ્‍ય કર્મીઓને કામગીરી માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. કલેક્‍ટરશ્રીની આ મુલાકાત વેળાએ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.મનોજ પટેલ, મામલતદાર એચ.એ.પટેલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

(9:27 pm IST)