Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના નો હાહાકાર : વધુ ૯ દર્દીઓને ભરખી ગયો : ૧૦૩ નવા કેસો નોંધાયા.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વલસાડ જિલ્લામાં કોરોનાએ આજે હાહાકાર મચાવ્યો છે..એક બાજુ ૧૦૩ નવા કેસો સામે આવેલ છે તો બીજી બાજુ ૯ દર્દી ઓ નાં કરુણ મોત નીપજ્તા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે
   જીલ્લાના તાલુકા ઓ આજે ઍટલે કે ૧૧ મી મે નાં રોજ વલસાડ ૫૭, પારડી ૧૦, વાપી ૦૭, ઉમરગામ ૧૦, ધરમપુર ૧૯ નવા કેસો આવેલ છે
  જોકે એની સામે આજે ૧૦૫ દર્દી ઓ સાજા થઇ એમની ઘરે જઈ શક્યા છે. જીલ્લા માં હાલ ૧૦૯૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.
  રાજ્યનાં મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ હાલમાં જ લોક ડાઉન લંબાવીને ૧૮ મી મે સુઘી નું કરતાં જોઈ એ હવે કોરોનાને સંક્રમણને અટકાવવા માં કેટલો ફાયદો થાય છે.

(8:17 pm IST)