Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ગાંધીનગરમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે દોડધામ હાથ ધરી ઠાકોરવાસની પાછળ દરોડા પાડી નવ બોટલ દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં દારૃનું વેચાણ અટકાવવા પોલીસ બાતમીદારોને સક્રિય કરીને દેશી વિદેશી દારૃના જથ્થા સાથે બુટલેગરોને પણ પકડી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બાસણ ગામમાં ઠાકોરવાસની પાછળઅંબાજી માતાજી મંદિર પાસે રહેતો રતનસિંહ ગોબરસિંહ વાઘેલા તેના ઘરે વિદેશી દારૃનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને ઘર આગળ પડેલી પ્લાસ્ટીકની થેલીઓમાં તપાસ કરતાં વિદેશી દારૃની નવ બોટલ મળી આવી હતી. પોલીસે રતનસિંહની ધરપકડ કરીને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારે સે-ર૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-ર૪ શિવમ એપાર્ટમેન્ટ એમ ૧પ/૧૭૧માં મનન કદમ નામનો શખ્સ તેના ઘરેથી વિદેશી દારૃનો વેપાર કરે છે જે બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડીને વિદેશી દારૃની ચાર બોટલ કબ્જે લીધી હતી તો પોલીસને જોઈ મનન કદમ ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:33 pm IST)