Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરતના શહેરના સિટીલાઇટ વિસ્તારમાં ગર્લફ્રેન્ડની મજાક બાબતે થયેલ મારામારીમાં ચપ્પુ ઉછળ્યા:એકનું કમકમાટીભર્યું મોત

સુરત: શહેરના સિટીલાઇટ વિસ્તારના નવમંગલમ કોમ્પ્લેક્ષમાં વોચમેન તરીકે નોકરી કરતો અનિલ લાલચંદ યાદવ (ઉ.વ. 22 મૂળ રહે. બિન્ની, જિ. વિદ્યાંચલ, યુ.પી) ગત રાત્રે સ્થાનિક વિસ્તારના મહારાજા આર્કેડમાં વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા મિત્ર બ્રિજેન્દ્રપ્રતાપ ગુમાનસીંગને ત્યાં જમવા ગયો હતો. જયાં તેમનો અન્ય મિત્ર ઉમેશ યાદવ પણ હતો. જમતી વેળા અનિલે મિત્ર ઉમેશની ગર્લફ્રેન્ડ અંગે મજાક કરી હતી. ઉમેશે મજાકને સહજતાથી લીધી હતી પરંતુ બ્રિજેન્દ્રએ તુમ ઇસકી ગર્લફ્રેન્ડ કી મજાક કિયું ઉડા રહે હો એમ કહી અનિલને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉમેશે અનિલને રૂમની બહાર જવા કહ્યું હતું. પરંતુ અનિલે મહારાજા આર્કેડના પાર્કીંગમાં ઉભા રહી ગાળો આપતો હોવાથી બ્રિજેન્દ્રએ ટાઇલ્સનો ટુકડો માર્યો હતો અને રૂમમાંથી ચપ્પુ લઇ પાર્કીંગમાં ઘસી ગયો હતો.

બ્રિજેન્દ્ર પાર્કીંગમાં આવતા વેંત તેના માથામાં સળીયાના બે ઘા ઝીંકી દીધા હતા. જયારે બ્રિજેન્દ્રએ અનિલને હાથમાં ચપ્પુ મારી દીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારની હોટલમાં પાર્સલ પેકીંગનું કામ કરતો સોનુસીંગ નરેશસીંગ ભદોરીયા (રહે. નવમંગલમ કોમ્પ્લેક્ષ બી ટાવર, સિટીલાઇટ રોડ અને મૂળ. ખરેડીપુરા, જિ. ભીંડ, એમ.પી) અને અન્ય વોચમેનો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં વધુ પડતું લોહી વહી જવાથી અનિલનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું. ઘટના અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બ્રિજેન્દ્રપ્રતાપની ધરપકડ કરી છે. 

(6:28 pm IST)