Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય પરિવારની 4 વર્ષીય બાળકીનું પરિચિત યુવાને અપહરણ કરી દુષ્કર્મ આચરતા અરેરાટી

સુરત:સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ઘરના ધાબા પર રમી રહેલી 4 વર્ષની બાળાનું પરિચીતે અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી ચપ્પુની અણીએ દુષ્કર્મ કરતા સચિન જીઆઇડીસી દોડતી થઇ ગઇ છે.

સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસુમ બાળા તેના ભાઇ સાથે રહેણાંક રૂમના ધાબા પર રમી રહી હતી. તે દરમિયાન શ્રમજીવી પરિવારનો પરિચીત સોનુ ઉર્ફે બંટી રામશંકર વર્મા (રહે. રામેશ્વર કોલોની, સચિન જીઆઇડીસી) માસુમને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરી પોતાની રૂમમાં લઇ ગયો હતો. નરાધમ સોનુએ દરવાજો અંદરથી બંધ કરી દેતા માસુમ રડવા લાગી હતી જેથી ચપ્પુની અણીએ બાનમાં લઇ દુષ્કર્મ કર્યુ હતું. જો કે આ અરસામાં જ બાળાના પરિજનો શોધતા શોધતા આવી પહોંચતા સોનુએ આચરેલા જધન્ય કૃત્યની જાણ થઇ ગઇ હતી. દુષ્કર્મને પગલે બાળાને ગુપ્તાંગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસ દોડી આવી હતી અને અપહરણ-દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:27 pm IST)