Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વડોદરામાં સાસરિયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ પોલીસનો સહારો લીધો:સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા  પ્રજાપતિ પરિવારની પુત્રીના લગ્ન વર્ષ 2017 દરમિયાન કુતાર્થ મનહરભાઈ પ્રજાપતિ (રહે- લુણાવાડા ,મહીસાગર) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ,લગ્ન સમયે યુવતીના પિતાએ કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના કપડા સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી હતી લગ્નના બે મહિના બાદ નાની-નાની વાતે ઝઘડા કરી યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

ત્યારબાદ સાસુ અને સસરા એ કાર તેમજ મકાન લેવામાટે યુવતીને પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું. જેમાં પરિવારના અન્ય સભ્યો પણ ભૂમિકા ભજવી યુવતીને  હેરાન કરતા હતા. જેથી કંટાળીને યુવતીને આપઘાત કરવાના વિચારો આવતા હતા યુવતી ને માસિક પિરિયડ નો સમય હોય બેડ ના ગાદલા ઉપર ડાઘ પડી જતા સસરાએ તેના ફોટા પાડી બધાને બતાવ્યા હતા બાકી હોય તેમ પતિ પણ યુવતીના શરીર ઉપર બચકા ભરી ચાઠા પાડી દેતો હતો. તેમજ બે વખત નાક અને મોઢું દબાવી દેતા યુવતીએ પોતાનો બચાવ કર્યો હતો. યુવતી શેરી કૂતરાને દૂધ પીવડાવતા સસરા એ જણાવ્યું હતું કે, કૂતરાઓને દૂધ પીવડાવો છો એટલે કુતરા જેવા સંસ્કાર છે તેમ કહી ઝઘડો કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી યુવતી પિયરમાં માતા-પિતા સાથે રહે છે.

(6:21 pm IST)