Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અરવલ્લી જીલ્લાના મોડાસામાં ભલિયાદેવની શોભામાં ભાવિકોની ભીડઃ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગઃ ૧૦ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ

અરવલ્લી: જિલ્લાનાં મોડાસા ભલિયાદેવની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકો મોટા પ્રમાણમાં જોડાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. મુદ્દે મોડાસા રૂરલ પોલીસે વીડિયો ખરાઇ કરી અને 10 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.

બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદનાં સાણંદ અને ચાંગોદરમાં પ્રકારની શોભાયાત્રા નીકળી હતી. જેનો ભરપુર વિરોધ થયો હતો. લોકોની શ્રદ્ધા અને ભક્તિ સામે કોઇ વિરોધ નહોતો જો કે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે જ્યારે લોકોને એકત્ર નહી થવા માટે સુચના આપવામાં આવી છે. લોકો મોટા પ્રમાણમાં એકઠા થવાથી સંક્રમણનું જોખમ પ્રસરાવવાની શક્યતા જોવા મળી રહી છે.

દરમિયાન ઘટનાના પડઘા શાંત નહોતા પડી રહ્યા ત્યારે હવે મોડાસાનાં ઇટાડી ગામે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ઇટાડિ ગામનાં કેવી રીતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. બનાવની વિગતો અનુસાર હકિકત બહાર આવી છે કે, શોભાયાત્રામાં જળ ભરીને મહિલાઓ માથે ઘડા લઇને નીકળ્યાં હતા.

(4:08 pm IST)
  • કોરોના મહામારી : રેલ્વેના રોજ ૧૦૦૦ કર્મચારી થાય છે સંક્રમિત : મહામારીએ અત્યાર સુધીમાં ૧૯૫૨ના જીવ ગયા : ભારતીય રેલ્વેમાં કુલ ૧૩ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. પ્રતિદિન લગભગ ૧,૦૦૦ કર્મચારીને કોરોના થઇ રહ્યો છે : અત્યાર સુધીમાં રેલ્વેના ૧૯૫૨ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે : અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે જેમાંથી ૬૫,૦૦૦ સાજા થઇ કામ પર પાછા ફર્યા છે. access_time 11:06 am IST

  • પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણુંક : મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી 1900 મતે હરાવવાનું ઇનામ : એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથીદાર હવે સૌથી મોટા વિરોધ પક્ષ ભાજપના નેતા બન્યા access_time 6:49 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST