Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ કોરોના કાળમાં જરૂરિયાતમંદની મદદેઃ શિક્ષણ સહિત આર્થિક મદદ કરવાની ખાત્રી

અમદાવાદ: રાજ્યમાં કોરોના કહેરે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે તેમજ લોકોને ભારે મુશ્કેલીઓમાં મુકી દીધા છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્યની માનવીય પહેલ. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને મોટી સહાય કરાશે.

કોરોના કાળમાં ઘરના મોભીનું અવસાન થયા બાદ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે આખર સુધીની સહાય કરાશે. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈપણ પ્રકારની આર્થિક આવક હોય અને બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાકી હોય એવા 5 કિસ્સામાં શિક્ષણ પૂર્ણ થયા ત્યાં સુધીની તમામ આર્થિક સહાય કરવામાં આવશે.

ધારાસભ્ય દ્વારા આર્થિક તંગી ધરાવતા 50 પરિવારોને એક વર્ષનું કરિયાણું આપવામાં આવશે. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ હોય એવા વ્યક્તિ-પરિવાર ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયનો સંપર્ક કરી શકશે. જો પરિવારની ઇચ્છા નહિ હોય તો લાભાર્થી તરીકેની તેઓની ઓળખ છૂપી રાખવામાં આવશે.

(4:05 pm IST)