Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

લાલજીભાઇ પટેલ દ્વારા નવરંગ નેચર કલબને રૂ.૧ લાખનું દાન

રાજકોટ તા. ૧૧ : શ્રી લાલજીભાઇ ટી.પટેલ (રે-ઉગામેડી.તા.ગઢડા સ્વામીના, હાલ-સુરત) (ધર્મનંદન ડાયમંડ) પાણીનું મૂલ્ય સમજે છે, તેથી ગામમાં ર૦૧ર થી ર૦૧૩ દરમિયાન સોનલ નદીમાં ૩ ઉંડા તળાવ બનાવેલ. (૧) ઠેબી તળાવ બનાવેલ.(ર) પરાનું તળાવ (ઉંડાઇ ૧૮ ફુટ) (૩) જડેશ્વર તળાવ (ઉંડાઇ ૩૦ ફુટ)

આ તળાવો ભરવા માટે તેના ગામથી ૧૭૦૦ મીટર દુર આવેલી કેરી નદીમાંથી ૧ મીટરના વ્યાસ વાળી પાઇપલાઇન નાખી આ ૩ તળાવો ભરવાનું અતિ ઉમદા કામ કર્યું.પાઇપલાઇન પાથરવાની કામગીરી વખતે ધોમ તડકામાં પણ કામગીરી માટે માર્ગદર્શન આપવા જતા જડેશ્વર તળાવમાં લોકો માટે હોડીમાં ફરવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરેલ છે ઉગામેડી વિસ્તારમાં એક સાથે ૧પ ઇંચ વરસાદ  થાય તો પણ તેના ગામનું પાણી આ તળાવોમાં રોકાઇ જાય છે.

આ તળાવોને લીધે ૧૦ કી.મી.ની ત્રિજયામાં કુવા/બોરના તળ ઉંચા આવેલ છે. પોતાના ખર્ચે દેસી કુળના વૃક્ષોનું વાવેતર (પ૦૦૦) કરાવેલ, ગામ સ્વચ્છ અને સુંદર રહે તે માટેના સતત પ્રયત્નો કર્યા કરે.

૬૦૦૦ ચકલીના માળાનુ વિનામૂલ્યે વિતરણ કરેલ ઉપરાંત નવરંગ નેચર કલબને વિવિધ ગામોમાં વિનામૂલ્યે રોપ વિતરણ માટે, ૧,૦૦,૦૦૦ (એક લાખ) રૂપિયાનું અનુદાન આપેલ છે, આ અનુદાનમાંથી ર૦ર૧ ના ચોમાસામાં કુલ ૧૦ ગામમાં ગામ દીઠ ૧૦૦૦ રોપા લેખે કુલ ૧૦,૦૦૦ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

એક ગામમાં એક લાલજીભાઇ હોઇ તો ગામનો બેડો પાર થઇ જાય, આવું પર્યાવરણનું ઉમદા કામ કરતા લાલજીભાઇનો કલબે આભાર માન્યો હતો.વી.ડી.બાલા મો.૯૪ર૭પ ૬૩૮૯૮

(3:10 pm IST)