Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજ્યમાં ૧પપ કેળવણી નિરીક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી

સરકાર દ્વારા અપાયેલી બઢતી હંગામી ધોરણે વધારાના પે ગ્રેડ સાથે અપાઈ

ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ-૩ માં ફરજ બજાવતા ૧પપ કર્મીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની બઢતી આપવામાં આવી છે , જેમાં કચ્છના પાંચ તાલુકાઓમાં શિક્ષણાધિકારી નિમાયા છે , જે પૈકી રને સ્થાનિકેથી બઢતી મળી છે. જ્યારે ૩ બનાસકાંઠાથી બઢતી થઈને કચ્છમાં આવ્યા છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા હુકમમાં વર્ગ-૩ના કર્મીઓને વર્ગ-રમાં બઢતી સાથે બદલી કરાયા છે , જેમાં ૧પપ મદદનીશ કેળવણી નિરીક્ષકને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી અપાઈ છે. આ બદલી બઢતીમાં કચ્છમાં જ ફરજ બજાવતા કમલેશભાઈ ભોજાભાઈ ખટારિયાને માંડવીના અને જીવણભાઈ જારીયાને નખત્રાણાના તાલુકા શિક્ષણાધિકારી બનાવાયા છે. આ ઉપરાંત બનાસકાંઠાથી બઢતી સાથે બદલી પામીને કચ્છ આવેલા ભગવાનભાઈ નાગજી ગુર્જરને ભચાઉ , કમલેશભાઈ મેઘરાજ રબારીને રાપર અને જયંતિભાઈ મોહનભાઈ પટેલને ભુજના ટીપીઈઓ તરીકે નિમણૂંક અપાઈ છે. સરકાર દ્વારા અપાયેલી બઢતી હંગામી ધોરણે વધારાના પે ગ્રેડ સાથે અપાઈ છે.

(12:49 am IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • કોરોનાથી આજે રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય બન્ને વિસ્તારમાં આંશિક રાહત: આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 334 અને ગ્રામ્યના 219 કેસ સાથે કુલ 553 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:29 pm IST

  • ઇંગ્લેન્ડમાં કોરોના શાંત થઈ ગયો :છેલ્લા એક વર્ષમાં પહેલી વખત ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસનો એક પણ નવો કેસ ગઈકાલે નોંધાયો નથી. access_time 10:44 am IST