Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સગીરાનો કપડા બદલતો વિડિઓ ઉતારી પાડોશી યુવકે ધમકી આપી: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

બિભત્સ વિડીયો મોકલી બિભત્સ વાતો કરવા મજબુર કરતા યુવક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

 

અમદાવાદ: નવા નરોડામાં 16 વર્ષીય સગીરાનો પાડોશી યુવકે કપડા બદલતો વિડીયો બનાવી લીધો હતો. બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વોટ્સએપ પર વાતો કરતો અને બિભત્સ વિડીયો મોકલી બિભત્સ વાતો કરતો હતો. બાદમાં ધાકધમકી આપતો હતો. જેથી તંગ આવીને સગીરાએ તેની માતાને વાત કરતા માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પાડોશી યુવકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના નવા નરોડા વિસ્તારમાં 43 વર્ષીય મહિલા તેના પતિ અને એક દિકરી અને એક દિકરા સાથે રહે છે. છેલ્લા કેટલાક દિવસથી 16 વર્ષીય દિકરી ટેન્સનમાં રહેતી હોય તેવુ તેની માતાને લાગ્યુ હતુ. ચાર દિવસ પહેલા 16 વર્ષીય સગીરાએ માતાને જણાવ્યુ હતુ કે, બે મહિના પહેલા પાડોશમાં રહેતા યુવકે મને વોટ્સએપ કોલ કર્યો હતો અને ધમકી આપી હતી કે તારો કપડાં બદલતો વિડીયો મારી પાસે છે અને જો તું મારી સાથે વાત નહીં કરો તો હું આ વિડીયો વાયરલ કરી દઈશ તથા તારા પરિવારને હાની પહોંચાડીશ.

જો કે કિશોરીએ પરિવારની સલામતી માટે તેની સાથે વાતચીત શરૂ કરતાં આરોપી તેને વોટ્સએપ કોલ કરતો અને બિભત્સ વાતચીત કરતો હતો. કિશોરી તેને બ્લોક કરી દેતા તેણે ફરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ તેને અનબ્લોક કરી વાત કરવા લાગી હતી.

જો કે આ યુવક કિશોરીને બિભત્સ વીડિયો મોકલવાનું પણ શરૂ કર્યું હતું. તેના પરિવારને પણ ગાળો બોલીને કિશોરીને વીડિયો કોલ કરવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહિ કિશોરીને આકાશ નામથી લવ લેટર લખવી વોટ્સએપ કરી આપવા પણ દબાણ કર્યું હતું.

ત્યારબાદ આરોપી અવાર નવાર કિશોરી સાથે બિભત્સ વાતો કરતો હતો. આ અંગેની જાણ સગીરાએ તેની માતાને કરી ત્યારબાદ સગીરા તેની માતા સાથે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેમણે પાડોશી યુવકના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

(12:19 am IST)
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST

  • પુડુચેરીના નવનિયુક્ત મુખ્યપ્રધાન એન. રંગાસ્વામી કોરાના સંક્રમીત થયા છે . હાલ હોસ્પીટલમા સારવાર હેઠળ access_time 12:29 am IST

  • કોરોના મહામારી : રેલ્વેના રોજ ૧૦૦૦ કર્મચારી થાય છે સંક્રમિત : મહામારીએ અત્યાર સુધીમાં ૧૯૫૨ના જીવ ગયા : ભારતીય રેલ્વેમાં કુલ ૧૩ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. પ્રતિદિન લગભગ ૧,૦૦૦ કર્મચારીને કોરોના થઇ રહ્યો છે : અત્યાર સુધીમાં રેલ્વેના ૧૯૫૨ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે : અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે જેમાંથી ૬૫,૦૦૦ સાજા થઇ કામ પર પાછા ફર્યા છે. access_time 11:06 am IST