Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

બાઈક આડે કૂતરું ઉતરતા પાલનપુરના મડાણા(ગઢ) ગામનો યુવાનનું કરૂણમોત

ગઢથી ચંડીસર તરફ જતા રસ્તામાં રેલવે ફાટક પાસે કૂતરું આડું ઉતરતા કાબુ ગુમાવ્યો

પાલનપુર તાલુકાનાં મડાણા(ગઢ) ગામનો યુવાન ગઢથી ચંડીસર તરફ પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો.તે દરમિયાન માર્ગ વચ્ચે આડું કુતરૂ આવી જતાં પટકાતા આ યુવાનને માથાનાં ભાગે તેમજ મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી.જ્યાં ૧૦૮ વાન માં ચંડીસર સારવાર અર્થે ખસેડેલ જ્યાં ફરજપરના તબીબે તેને મૃત જાહેર કરેલ જે અંગે મૃતક યુવકના ભાઈએ ગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવેલ છે.

   ગઢ પોલીસ મથકનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર મડાણા(ગઢ)ગામનાં અને મંડપમાં કામ કરતાં દિનેશજી અજમલજી ઠાકોર શનિવારે બપોરે પોતાનું બાઈક નંબર જી.જે.૦૮ એ. સી.૦૭૮૯ લઈને ગઢથી ચંડીસર જઈ રહ્યાં હતાં.દરમિયાન ચંડીસર રેલવે ફાટક નજીક કુતરૂ આડું આવી જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગંભીર રીતે રોડ ઉપર પટકાતા માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.૧૦૮ વાન મા ચંડીસર સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ જે અંગે મૃતકના મોટાભાઈ બચુજી અજમલજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવેલ છે.આ કેસની તપાસ એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યાં છે.

(11:46 pm IST)