Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમદાવાદમાં પાસપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન :કામગીરી ઠપ્પ અરજદારોમાં ભારે રોષ

રાજ્યભરમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાં સર્વર ડાઉન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી

 

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતા ભારે રોષ ફેલાયો છે મીઠાખળી ખાતે આવેલી પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટની કામીગીરી માટે આવેલા અરજદારોએ ભારે વિરોધ નોધાવ્યો. પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળાનુ આયોજન કરાયુ હતુ. જો કે ટેકનીકલ કારણોસર સર્વર ડાઉન થતા આજની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.

 

આજની એપોઈન્ટમેન્ટ સાથે દેશભરમાંથી અમદાવાદના મીઠાખળી ખાતેની પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળવવા માટે આવેલા અંદાજીત 750 જેટલા લોકોના હાલ બેહાલ થયા અને પાસપોર્ટ ઓફીસ તરફથી આગામી અઠવાડીયાની તારીખ આપી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.હતો
ગરમીમાં લોકોને જવાબ આપવા માટે પણ અધીકારીઓ હાજર ન રહેતા લોકોએ ભારે વિરોધ નોધાવ્યો અને દુર દુરથી આવેલા લોકોએ હેરનાગતીનો સામનો કરવો પડ્યો. લોકોનુ કહેવુ છે કે તેમને આજે પાસપોર્ટ ઓફીસ તરફતી એપોઈન્ટમેન્ટ આપવામા આવી હતી.
ઉપરાંત કેટલાક ઈમરજન્સી પાસપોર્ટ માટે આવેલા અરજદારો પણ રજળી પડ્યા હતા. રાજ્યભરમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાં સર્વર ડાઉન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, અપોઇમેન્ટ લઇને આવેલા અરજદારોને ધક્કો થયો હતો તથા ઓફિસ તરફથી નવી તારીખો અપાઇ છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ અરજદારોએ રોષ ઠાલવ્યો કે એક તો ધક્કો થયો ને બીજી બાજુ ઓફિસરો દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો નહીં.

 

(10:59 pm IST)