Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગમાં વરસાદનો માહોલ

ખેડબ્રહ્મા, અંબાજી, હિંમતનગરમાં વરસાદ થયો : ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો : કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનનો ભય

અમદાવાદ,તા.૧૧ : ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં આજે કમોસમી વરસાદ થયો હતો. જેથી મહત્તમ તાપમાનમાં આજે પણ આ વિસ્તારોમાં ઘટાડો નોધાયો હતો. કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ખેડુત સમુદાય ભારે ચિતાતુર છે. હવામાનમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. એક બાજુ કચ્છ સહિતના વિસ્તારોમાં ધુળ ભરેલી આંધી ચાલી હતી. બીજી બાજુ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. આજે ખેડબ્રહ્મા, હિંમતનગર, અંબાજી, વડાલી અને મોડાસામાં વરસાદ થયો હતો. ધાર્મિક વિસ્તાર અંબાજીમાં હાલમાં કમોસમી વરસાદ જારી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને તીવ્ર ગરમીથી રાહત મળી હતી. ખેડબ્રહ્મા અને અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને હવામાનમાં આવેલા પલટાની અસર જોવા મળી હતી. બાજી બાજુ હવામાન વિભાગથી હિટવેવને લઈને કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગના કહેવા મુજબ અગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં. આજે અમદાવાદમાં પારો ૪૦.૮ રહ્યો હતો. આવતીકાલે અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં આંશિક રીતે વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ અમદાવાદમાં જ થયો હતો. અમદાવાદ કરતા રાજ્યના અન્ય કોઈ ભાગમાં પારો અમદાવાદ કરતા વધારે રહ્યો ન હતો. બપોરના ગાળામાં ગરમીનો અનુભવ લોકોએ વધારે કર્યો હતો. રાજ્યના તમામ ભાગોમાં આજે પારો ૪૦થી નીચે પહોંચી ગયો હતો. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ બદલાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન વધી ગયું હતું. બીજી બાજુ રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદ પડ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ જારી રહ્યો છે. ગઈકાલે પણ નવસારી, સાપુતારા, વલસાડમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત કચ્છમાં ધુળ ભરેલી આંધી ચાલી હતી. નવસારી, સાપુતારામાં વરસાદ તથા અન્યત્ર આંશિક વાદળછાયું વાતાવરણના લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. વરસાદના પરિણામ સ્વરૂપે કેરીના પાકને નુકસાન થયું છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાતમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાનમાં નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ............................................. વરસાદ (ઇંચમાં)

અમદાવાદ.................................................... ૪૦.૮

ડિસા............................................................ ૩૮.૪

ગાંધીનગર................................................... ૪૦.૪

વડોદરા........................................................ ૩૯.૮

સુરત............................................................... ૩૪

અમરેલી.............................................................. -

ભાવનગર............................................................ -

રાજકોટ........................................................ ૪૦.૫

વલસાડ........................................................ ૩૨.૯

સુરેન્દ્રનગર................................................... ૩૯.૬

પોરબંદર.......................................................... ૩૩

કંડલા એરપોર્ટ............................................... ૩૭.૮

(8:24 pm IST)