Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મહુધાના શેરી ગામે જવેલર્સની જમીન અન્યને વેચી દંપતી પર જીવલેણ હુમલો થતા અરેરાટી

મહુધા:તાલુકાના શેરી ગામમાં રહેતાં એક રબારી પરિવારે ઉમરેઠના એક જ્વેલર્સને જમીન વેચાણ આપ્યાં બાદ આ જમીન પરથી પોતાનો હક છોડવા તૈયાર ન હતાં. જેથી જ્વેલર્સે આ જમીન અન્યને વેચી દેતાં ગુસ્સે ભરાયેલા રબારી પરિવારે જ્વેલર્સ દંપતી પર હુમલો કરી ઈજા કરતાં ચકચાર મચી છે. 

મળતી માહિતી મુજબ ઉમરેઠ ચોક્સી બજારમાં રહેતાં દિગીશકુમાર સોનીની ગામમાં સોના-ચાંદીની દુકાન છે. તેઓ ખેડૂત નથી. પરંતુ તેમની પત્નિ મોનીકાબેનના પિતા ખેડૂત હોઈ મોનીકાને પણ વારસાઈથી ખેડૂત હક મળ્યો છે. જેથી તેઓ મોનીકાના નામે ખેતીલાયક જમીન ખરીદવાના ફિરાકમાં હતાં. દરમિયાન મહુધા તાલુકાના શેરી ગામના રેવાભાઈ રબારી તેમની દુકાને અવારનવાર ખરીદી કરવા આવતાં હોઈ વાતવાતમાં રેવાભાઈ રબારીએ જમીન વેચવાની હોઈ તેમણે દિગીશકુમારને વાત કરી હતી. જેથી દિગીશકુમારે શેરીના રેવાભાઈ રબારીની ૬ વીઘા જમીન રૂ.૯,૩૬,૧૨૩ માં તા.૧૦-૮-૧૭ ના રોજ વેચાણ દસ્તાવેજથી મોનીકાના નામે ખરીદી હતી. અને આ જમીન રેવાભાઈને જ ભાગે આપી હતી. પહેલાં વર્ષે રેવાભાઈના પુત્ર રામજીભાઈ રેવાભાઈ રબારીએ ખેતી ઉપજનો ભાગ આપ્યો હતો.પરંતુ બીજા વર્ષથી ભાગ આપવામાં ગલ્લાતલ્લાં કરતાં હતાં. જેથી આ જમીન રાખવામાં કસ નથી. સમજી તેમણે આ જમીન બાકરોલના મહેશભાઈ સોલંકીને રૂ.૯,૫૧,૦૦૦ માં વેચી દીધી હતી. 

(5:38 pm IST)