Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુરત એરપોર્ટ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને હાલાકી

સુરત:એરપોર્ટથી પ્રવાસીઓની અવરજવર વધ્યા પછી મુખ્ય પ્રવેશદ્વારે ફોરવ્હીલ વાહનોના ટ્રાફિકજામની નવી સમસ્યા ઊભી થઈ છે. ફ્લાઇટના આગમન પહેલાં અડધો કલાક સુધી વાહનોની લાંબી કતારો અહીં રોજેરોજ થઈ ગઈ છે.

ચેક-ઇનના સમયમાં ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ પ્રિમાઇસીસ ઉપર પહોંચતા પહેલાં પ્રવાસીઓ અને મુલાકાતીઓને મુખ્ય પ્રવેશદ્વારે રોજેરોજ સર્જાતા ટ્રાફિકજામ માથાનો દુઃખાવો બની ગયો છે. 

હકીકતમાં આ ટ્રાફિક જામની સમસ્યા મુખ્ય પ્રવેશદ્વાર એક્ઝિટ અને એન્ટ્રી માટે સિંગલ લાઇન હોવાથી સર્જાઇ રહી છે. વળી, સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી હોવાથી પણ વાહનોનો ખડકલો અહીં થઇ રહ્યો છે. ટ્રાફિકજામમાં સમય વેડફાતો હોવાથી મુલાકાતીઓ અને પ્રવાસીઓમાં રોષ પણ તંત્ર વિરુદ્ધમાં પ્રગટ થઈ રહ્યો છે.

(5:36 pm IST)