Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતના બે બનાવમાં બે શખ્સો મોતને ભેટ્યા

ગાંધીનગર:નજીક માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજયા છે. ચિલોડા પાસે રાજસ્થાન પરિવાર નિગમની બસે ગીફટસીટીમાં નોકરી કરતાં  યુવાનને અડફેટે લેતાં મોત નીપજયું હતું. જ્યારે  પેથાપુરના પરા વિસ્તાર ફતેપુરામાં રહેતા બે ભાઈઓ રાત્રીના સમયે અકસ્માત નડયો હતો.જેમાં બાઈક ચાલકનું મોત નીપજયું હતું. 

પેથાપુરના પરા વિસ્તાર ફતેપુરા બળીયાદેવના પરામાં કરણજી લાલાજી ઠાકોર તેમના મોટાભાઈ સંજયજી સાથે બાઈક નં.જીજે-૧૮-સીએ-૪૨૭૭ લઈને કામ પતાવી તેઓ પરત ફરી રહયા હતા તે સમયે સામેથી આવતા અન્ય બાઈક નં.જીજે-૧૮-સીબી-૮૩૩૭ના ચાલકે કરણજીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.સંજયજીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તમામને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. 

(5:30 pm IST)