Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

બોરસદના દાવોલમાં પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરે ટેમ્પીને હડફેટે લેતા મહિલાનું મોત: ચારને ગંભીર ઇજા

બોરસદ: તાલુકાના દાવોલ રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક ટ્રેક્ટરે ટેમ્પીને ટક્કર મારતાં એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે ચારને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે બોરસદ રૂરલ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર પામોલ ગામે આવેલા વાડીવાળા ફળિયામાં રહેતા મનુભાઈ અંબાલાલ ઠાકોર ગઈકાલે સાંજના સુમારે વિજયપુરા ખાતે રહેતા પોતાના મિત્રની દીકરીનું લગ્ન હોય પત્ની મંજુલાબેન, રંજનબેન મહેશભાઈ ઠાકોર, ચન્દ્રીકાબેન કૃણાલભાઈ ઠાકોર તથા મીનાબેન ચીમનભાઈ ઠાકોરને પોતાની ટેમ્પી નંબર જીજે-૨૩, ઝેડ-૯૭૮૦માં બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે દાવોલ રોડ ઉપર સાંજના સાતેક વાગ્યાના સુમારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ ટ્રેક્ટર નંબર જીજે-૨૩, બી-૧૩૬૭એ ટક્કર મારતાં પાંચેય ધવાયા હતા જેમા મીનાબેનને માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતુ. 

(5:30 pm IST)