Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગે દરોડા પાડી 31 એકમોને નોટિસ ફટકારાઇ: 3 એકમોને સીલ કરી દેવાયા

અમદાવાદ:શહેરમાં આજે ઉત્તર ઝોનની મ્યુનિ. આરોગ્ય ખાતાની ટીમ દ્વારા વિસ્તારમાં સધન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ, પેકેજીંગ, લાયસન્સ અને પ્રતિબંધીત પ્લાસ્ટીકના વપરાશ સહિતના કારણોસર ત્રણ એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. તેમજ આ મામલે ૩૧ એકમોને નોટિસ ફટકારાઇ હતી.

મ્યુનિ.આરોગ્ય ખાતા દ્વારા ઉત્તર ઝોનમાં બિનઆરોગ્યપ્રદ જણાઇ આવેલા શાકભાજી, કેરી, તળબુચ, શક્કરટેટી, ચીકુ સહિતના ફળોનો નાશ કરી દેવામાં આવ્યો હતો. કુલ ૫૩૬ કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થા ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો. ઉપરાંત ૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસ ઝૂંબેશમાં કુલ ૩૮,૮૦૦ રૂપિયા વહિવટી ચાર્જ વસુલાયો હતો.

(5:28 pm IST)