Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઇ-વે ઉપર અકસ્માત બાદ ટ્રેલરમાં આગઃ ડ્રાઇવર- કલીનર ભડથુ

બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઇ-વે ઉપર બે ટ્રેલર આગળ-પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઇવર અને કલીનર ટ્રેલરની કેબીનમાંથી બહાર નીકળી ન શકતા આગની ઝપટમાં આવી જાતા બંનેના મોત નીપજયા હતા. આગને ડીસાના બે ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે આવીને કાબુમાં લીધી હતી. તસ્વીરમાં ટ્રેલરમાં લાગેલી આગ નજરે પડે છે.

(2:45 pm IST)