Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમદાવાદના નિવૃત આર્મીના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત : દાદા, પુત્ર અને પૌત્રીનું કરૂણમોત : બે ગંભીર

મૃતકો અને ઇજાગ્રસ્તો કારમાં જ ફસાઇ ગયા :ટ્રકની ટક્કર લાગતા કાર પલ્ટી ગઈ

અમદાવાદ : રાજસ્થાનાનાં બારા જિલ્લાનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અમદાવાદ નીવાસી નિવૃત્ત આર્મી પરિવારનાં ત્રણ લોકોના કરૂણમોત નીપજ્યાં છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ધાયલ છે.

  આ કારનો નંબર GJ06LK7581 છે અને તે વડોદરા પાસીંગની છે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બારાનાં મામોની પાસે કારની ટક્કર આગળ ચાલતાં ટ્રક સાથે થતાં કાર પલટી ખાઇ ગઇ હતી.

    દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ શાહબાદ પોલીસ અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આ અકસ્માત પછી ગાડીમાં મૃતકો અને ઇજાગ્રસ્ત ફસાઇ ગયા હતાં. જેમને એક કલાકની મહેનત બાદ બહાર લાવવામાં આવ્યાં હતાં

    આ મામલે શાહબાદનાં પોલીસ ઇન્સપેક્ટર રાજારામ મીનાએ જણાવ્યાં પ્રમાણે અમદાવાદમાં રહેતા ચૌહાણ પરિવાર અમદાવાદથી ઉત્તરપ્રદેશનાં મૈનપુર જઇ રહ્યાં હતાં. મેનપુર તેમનું વતન છે. મૃતકોમાં રિટાયર્ડ આર્મીનાં 74 વર્ષનાં સુબેદાર મેજર નરેશચંદ્ર ચૌહાણ, આર્મીમાંથી નિવૃત્ત થયેલા 46 વર્ષનાં સંદીપસિંહ નરેશચંદ્ર ચૌહાણ અને સંજયસિંહની 16 વર્ષની પુત્રી અનામિકા સામેલ છે.

આ ઉપરાંત તેમની સાથે કારમાં જઇ રહેલા સંદિપ ચૌહાણનાં પત્ની 44 વર્ષનાં દુર્ગેશનંદની તથા 14 વર્ષનો આર્યન સંદિપસિંહ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.

(1:37 pm IST)