Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગુજરાતની દેશી ગાયની વધુ એક જાતને અધિકૃત માન્યતા મળશે : ''ડગરી ગાય'' ને નવી ઓળખ મળશે

રાજકોટ, તા. ૧૦ : ગુજરાતમાં પશુપાલન કરતા લોકો અને જૈવ વિવિધતા જાળવવા માટે કામ કરતા લોકો માટે ટુંક સમયમાં જ એક સમાચાર આવશે. ગુજરાતમાં જોવા મળતી દેશી ગાયની વધુ એક જાતને અધિકૃત માન્યતા મળશે અને આ દેશી ગાયનાં લાબાંગાળાનાં સરંક્ષણ માટે નીતિ દ્યડવામાં ઉપયોગી થશે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં જોવા મળતી દેશી ગાયની જાત શ્નડગરી ગાયલૃવિશેની માહિતી વૈજ્ઞાનિક પદ્ઘતિથી એકત્ર કરી હતી. આ ડગરી ગાયના લક્ષણો અન્ય ગાયોની સરખામણીમાં અલગ અને તેથી આ ડગરી ગાયને એક અલગ દેશી ગાય તરીકેની વિશેષ અને અધિકૃત ઓળખ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પશુ જનીનકીય અને પશુ પ્રજનનશાસ્ત્ર વિભાગ (વેટરનરી કોલેજ)નાં ડો. એ.સી. પટેલ, ડો. આર.એસ. જોષી, અને ડો. ડી.એન. રાંકનાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઓછી જાણીતી દ્યરેલું પશુધનની ઓળખ અને લાક્ષણિકતા પર ગુજરાત સરકારની પહેલ પર ૨૦૧૫-૧૬જ્રાક્નત્ન સહજીવ ટ્રસ્ટ (ભુજ) અને વેટરનરી કોલેજ (આણંદ કૃષિ યુનિવર્સિટી) દ્વારા સયુંકતપણે પશુધનની અપરિચિત નસ્લોનું આનુંવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું માલેખન હાથ ધરવામાં આવ્યું હતું અને રાજયનાં પશુપાલન વિભાગ મારફત નવી નસ્લોની માન્યતા માટે કરનાલ ખાતે આવેલી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટીકસ રિસોર્સીસ(ફગ્ખ્ઞ્ય્)ને દરખાસ્તો કરવામાં આવી હતી. આ જ કાર્ય અતંર્ગત ડગરી ગાયને અલગ માન્યતા મળે તે માટે પ્રપોઝલ મોકલી દેવામાં આવી હતી.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગુજરાતમાં આદિવાસી તથા પહાડી વિસ્તારનાં જિલ્લાઓ જેવા કે દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં એક નાદા કદની (ઠિંગણી) ગાયની પર્વતીય ઓલાદ જોવા મળે છે જને સ્થાનિક લોકો શ્નડગરી ગાયલૃતરીકે ઓળખે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વાકા ડગરી ગાય વિશેની બ્રિડ પ્રોફાઇલ તૈયારી કરીને કરનાલ ખાતે આવેલી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટીકસ રિસોર્સીસ(ફગ્ખ્ઞ્ય્) ગુજરાત રાજયનાં પશુપાલન વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી હતી અને આ પછી આ સંસ્થાનાં વૈજ્ઞાનિકો દ્વારા ડગરી ગાય જે વિસ્તારોમાં જોવા મળે છે તેની વિસ્તોરની એપ્રિલ મહિનામાં મુલાકાત પણ લીધી હતી આ ગાય વિશેની વિગતો મેળવી હતી,ઙ્ખડો. ડી.એન. રાંકે ન્યૂઝ૧૮ ગુજરાતીને માહિતી આપતા જણાવ્યું.

અમને આશા છે કે, ટૂંક સમયમાં, આ ડગરી ગાયને એક વિશેષ ઓલાદ (ઇન્ડિજિનસ) તરીકેની માન્યતા મળશે. એક વખત આ ગાયની ઓલાદને અધિકૃત માન્યતા મળ્યા પછી તેનાં સંરક્ષણમાં આપણે આગળ વધી શકીશું અને આપણી દેશી ઓલાદોને જાળવવામાં આ કાર્ય મહત્વનું સાબિત થશે,  આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. એન.સી.પટેલે ન્યૂઝ૧૮ ગુજરાતીને જણાવ્યું.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ડગરી ગાય અન્ય ગાયોની ઓલાદો કરતા જૂદી પડે છે અને બાહ્ય લક્ષણોમાં આ ગાય મુખ્યત્વે બે રંગની જોવા મળે છે. (૧) આ ગાય તદ્દ્ન સફેદ અથવા સફેદ કલર સાથે આગળ-પાછળનાં ભાગનાં પગ ભુખરા રંગનાં હોય છે અને (૨) રતાશ રંગની પણ બહુ અલ્પસંખ્યામાં જોવા મળે છે. આ ગાયનાં શીંગડા પાતળા, ઉપરની તરફ વળેલા અને શીંગડાની ટોર તિક્ષ્ણ હોય છે.

આ ગાયનાં કાન સીધા અને ખુલ્લા હોય છે. આ ગાયનુ મુખ્ય લક્ષણ ટુંકા પાતળા પગ, શરીરની લંબાઇ તેની ઊંચાઇ કરતા વધુ હોય છે. આ ગોય મારકણી હોય છે આ જાતનાં નરનું વજન ૨૨૩ કિલો જયારા માદાનું વજન ૧૭૦ કિલોગ્રામ હોય છે. આ ગાયોનું દૂધ ઉત્પાદન દ્યણું ઓછું હોય છે. અંદાજિત વેતરદિઠ ૩૦૦-૪૦૦ કિલોગ્રામ જેટલું હોય છે. પરંતુ આ ગાયનાં બળદો પહાડી વિસ્તારમાં કદમાં નાના હોવાથી ખેતીની કામગીરી માટે બીજી નસ્લોનાં બળકોની સરખામણીએ વધારે કાર્યદક્ષ હોવાથી વધુ પ્રચલિત છે. આ ઉપરાંત. આ ઓલાદની ગાયો મુખ્યત્વે ચરિયાણ પર નિર્ભર હોવાથી તેને ખુબ જ ઓછા દ્યાસાચારની જરૂરિયાત રહેતી હોવાથી આ વિસ્તારોમાં અનુકુલિત થયેલી છે.

ભારતમાં કુલ ૪૩ ગાયોની જાતો, ૧૫ ભેંસોની જાતો, ૩૪ બકરાની જાતો. ૪૩ દ્યેટાની જાતો, ૭ દ્યોડાની જાતો, ૯ ઊંટોની જાતો તથા ૧૧ અન્યુ પશુઓની જાતો મળીને કુલ ૧૬૩ નસલો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અંતર્ગત રાષ્ટ્રીય પશુ આનુવશિંક સંશાધન બ્યુરો, (કરનાલ) દ્વારા અધિકૃત થયેલી છે. ગુજરાત રાજય પશુધનની જૈવ વિવિધતાથી સમૃદ્ઘ છે અને ભારતની પશુઓની કુલ નસ્લોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. દેશમાં કુલ ૧૬૩ પશુધન નસ્લોમાંથી ૨૨ નસ્લો ગુજરાતમાં છે. ગુજરાતની કાંકરેજ અને ગીર ગાય સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ઘ છે.

સુત્રોએ જણાવ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતી સંશોધનનાં આયોજન અને પરિણામોની ચર્ચા અંગેની વર્ષ ૨૦૧૫-૧૬દ્ગક વાર્ષિક બેઠકમાં સંશોધન નિયામક ડો. કે.બી. કથીરીયાની અધ્યક્ષતામાં ગાયની પર્વતીય ઓલાદ શ્નડગરી ગાયલૃઅંગે સંશોધન કાર્યવાહી કરવાનુ નક્કી થયું હતું. જે અતંર્ગત વર્ષ ૨૦૧૬-૧૭જ્રાક્નત્ન આ ડગરી ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન આણંદ કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓલાદ વિશેની એક બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી.

ડો. ડી.એન. રાંકે જણાવ્યું કે, સામાન્ય રીતે ગાયનો ઉપયોગ લોકો દૂધ માટે કરતા હોય છે પણ આ આદિવાસી વિસ્તારોમાં લોકો આ ગાયને દૂધ માટે નહીં પણ તેનાં આખલા (બુલ) માટે પાળે છે અને આ આખલાથી બ્રિડીંગ પણ કરે છે અને ખેતીમાં પણ તેનો ઉપયોગ કરે છે. આ ગાયને એક અલગ ઓલાદ તરીકેની માન્યતા મળી ગયા પછી તેની જાળવણી અને તેની સુધારણા માટે પગલા ભરી શકાશે. અમે જોયુ છે કે, કેટલીક ગાયો દિવસનાં ૪ લીટર દૂધ પણ આપે છે. વળી, આ નસ્લની શુદ્ઘ ઓલાદ જળવાઇ રહે તે માટે પણ વૈજ્ઞાનિક ઢબે કામ કરી શકાય.

(11:36 am IST)
  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST

  • છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ access_time 3:43 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST