Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અમદાવાદમાં આગઝરતી ગરમી : પારો ૪૪ થઇ ગયો

અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા : સિઝનમાં સૌથી વધુ ગરમીનો અનુભવ : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૩ સુધી પહોંચ્યો : બહાર ન નિકળવા ચેતવણી

અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદ શહેરમાં આજે આગઝરતી ગરમીનો અનુભવ સતત બીજા દિવસે થયો હતો. સવાર થતાંની સાથે જ ૧૦ વાગ્યા બાદ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરવા લાગી ગયા હતા. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. આજે અમદાવાદ શહેરમાં પારો વધીને ૪૪ ઉપર પહોંચી હતો. હતો જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૩ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં આ બે જગ્યાઓ સિવાય અન્ય જગ્યાઓ ઉપર મહત્તમ તાપમાન ૪૦થી ૪૩ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થઇ શકે છે તેમ તમામ લોકો માની રહ્યા છે. જાણકાર લોકોના કહેવા મુજબ આજે બપોરના ગાળા દરમિયાન વર્તમાન સિઝનમાં સૌથી વધુ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.   વધતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં હાલ વાવાઝોડા અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારેગુજરાતમાં ગરમી તીવ્ર બનીછે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૩ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે.હવામાન વિભાગ તરફથી વધુ તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ........................................................ ૪૪

ડિસા............................................................. ૪૨.૯

ગાંધીનગર.................................................... ૪૩.૨

ઇડર............................................................. ૪૩.૬

વીવીનગર.................................................... ૪૨.૭

વડોદરા......................................................... ૪૧.૪

સુરત............................................................ ૩૪.૪

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી............................................................... -

ભાવનગર..................................................... ૪૩.૧

રાજકોટ......................................................... ૪૨.૮

સુરેન્દ્રનગર.................................................... ૪૪.૩

ભુજ.............................................................. ૪૧.૪

નલિયા.......................................................... ૩૬.૪

કંડલા એરપોર્ટ................................................ ૪૩.૨

કંડલા પોર્ટ..................................................... ૩૮.૧

મહુવા............................................................૩૭.૪

(8:18 pm IST)