Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ચોમાસા પહેલા જ વરસાદી પાણીના સંગ્રહની સુસજ્જતા માટે ગુજરાત તૈયારઃ પાટણ જિલ્લામાં જળ સંચયના ૧૯૬૦ કામો સુજલામ-સુફલામ અભિયાનમાં કરાશેઃ વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થિતિમાં રામણદા ગામે તળાવ ઉંડા ઉતારવાના કામનો પ્રારંભ

ગાંધીનગરઃ પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું  રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યુ છે.ત્યારે જળસંચયના આ અભિયાનમાં લોકોએ સો કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ 11 તળોવો ઉંડા કરવા માટે 11 જે.સી.બીને રામણદા ગામથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીની સમસ્યા હવે ભુતકાળ બની જશે અને ગુજરાત પાણીદાર ગુજરાત બનશે. આ પ્રસંગે રામણદા ગામે પોતાના લગ્ન માટે જાનલઇ જઇ રહેલા યુવાનશ્રી રવિરાજે રામણદા તળાવમાં શ્રમદાન કર્યું હતું. પછી લગ્ન મંડપમાં ગયા હતા.તે માટે રવિરાજને ખાસ જાહેરમાં અભિનંદન આપી બિરદાવ્યા અને મુખ્યમંત્રીશ્રી આને પ્રેરણાદાયી કામ ગણાવી આમાંથી પ્રેરણાલેવા સૌને  જણાવ્યું હતું જળ અભિયાનને ઇશ્વરીય કાર્ય છે તેમાં જનઅભિયાન જોડાય તે માટે અપીલ કરી હતી. 

તેમણે જણાવ્યું કે જળસંચયના આ અભિયાનમાં દરેક જિલ્લાને જળસંચય માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે પ્રમાણે કામ થઇ રહ્યું છે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર રાજ્યમાં તળાવો ઉંડા કરવા, નદીઓને પુન:જીવિત કરવી, નર્મદા યોજનાની કેનાલોની સફાઇ, ચેકડેમોની સફાઇ જેવી જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં જળસંચય અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે.ત્યારે સૌ કોઇને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ખેડૂતોને બેવડો ફાયદો થઇ રહ્યો છે. તળાવની જળસંગ્રહ શક્તિ વધશે તેની સાથે ખોદકામ દરમિયાન નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતો ટ્રેકટરો મારફત પોતાના ખેતરમાં લઇ જાય છે. જેથી જમીનની ફળદ્રુપતા વધશે. તળાવ ઉંડુ થતાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળશે. વધુમાં ખોદકામ દરમિયાન નીકળતો કાંપ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં નાખે છે. જેથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે.

પાણી જ વિકાસનો આધાર છે અને પૂરતું પાણી એ વિકાસની પૂર્વ શરત છે એવી લાગણી વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં ધર્મશકિત અને જનશકિતના સહયોગથી એક મહિનાનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહયું છે. આ અભિયાનમાં સંતો-મહંતો, સંસ્‍થાઓ અને લોકોએ તન, મન અને ધન થી સહયોગ આપ્‍યો છે. તેના ભાગરૂપે 11 હજાર લાખ ઘનફુટ માટીનુ ખોદકામ કરી જળસંગ્રહશક્તિ વધારાશે,૧૩ હજાર જેટલા તળાવો ઉંડા કરવાની સાથે નદીઓ અને કાંસો, નહેરોની સફાઇ, ખેત તલાવડીઓ બનાવવી અને ઉંડાઇ વધારવી જેવા કામો હાથ ધરવામાં આવ્‍યા છે. આ અભિયાન હેઠળ જળસંગ્રહની ક્ષમતા વધારતા કામો માટે ૪૦૦૦ થી વધુ જે.સી.બી. , ૧૦ હજારથી વધુ ટ્રેકટર્સ અને યાંત્રિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે તેવી જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ધાર્મિક અને શિક્ષણ સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, યુવક મંડળો ઇત્યાદીનો તેમા અભૂતપૂર્વ સહયોગ મળી રહયો છે અને લોકનજર હેઠળ સંપૂર્ણ પારદર્શક કામગીરી થઇ રહી છે.

રાજ્યભરમાં જળ સંગ્રહ માટે હાલ 'સુજલામ સુફલામ જળ અભિયાન' અંતર્ગત ગામેગામ તળાવો ઉંડા કરવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં તંત્રને પ્રેરણા આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં શ્રમદાન કર્યું હતું. તેમણે નાગરિકોને પાણીની પ્રત્યેક બૂંદનું મૂલ્ય સમજીને આ ચોમાસામાં મહત્તમ જળનો સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો.  

મુખ્યમંત્રીશ્રીએ પાટણ જિલ્લાના જળસંચય અભિયાનની માહિતી આપતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં  જળસંચયના 1960 કામો થવાના છે.જેમાં કુલ 1280792 ઘનમીટર ખોદકામ થવાનુ છે આ ખોદકામ થવાથી જિલ્લામાં 1433592 ઘનમીટર પાણીનો સંગ્રહ થવાનો છે.જિલ્લામાં અંદાજીત રૂ.914 લાખથી વધુ રૂપિયાના કામો થવાના છે

 પાટણ જિલ્લામાં 102 તળાવો ઉંડા કરવા,29 ચેકડેમો,મનરેગા હેઠળ 69 તળાવો અને નર્મદા યોજના તળે 865 લાખના ખર્ચે નહેરોની સફાઇ થવાની છે.જિલ્લામાં રૂપેણ નદીને રૂ.33.26 લાખના ખર્ચે પુનજીવીત કરવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ મોટા રામણદા અને નાના રામણદા ગામે આવેલ તળાવની સંગ્રહ શક્તિ 12.25 લાખ ઘનફુટ  છે જેનું 12 હજાર ઘનમીટર ખોદકામ થવાનું છે. આ તળાવના કામમાં 07 જે.સી.બી અને 20 ટ્રેકટરો કામે લાગ્યા છે.તળાવનું કામ પુર્ણ થયે 4.24 લાખ ઘનફુટ પાણીનો સંગ્રહ થવાનો છે.

 મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સામાજિક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ,સંગઠનો,ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

જળસંચયના કામો માટે દરેક ઘરમાંથી રૂ.01નો સંગ્રહ કરી રૂ.61,0000 જળસંચય માટે   ચાર ધનકુંભ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા.

રામણદાના વતની શ્રી લગધીર દેસાઇએ રૂ.25,000નો ચેક કન્યા કેળવણી નિધીમાં મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો મુખ્યમંત્રીશ્રીએ રૂ.61,000 રૂપિયા જળસંચય માટે જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યા હતા

મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત રાજ્ય સ્તરે હોકીની રમતમાં સરસ્વતી તાલુકા ઉંદરા ગામની બહેનો દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં જી.આઇ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે અને અગ્રણી કેસી.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.જળસંચય અભિયાન કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે આનંદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. 

કાર્યક્રમમાં સાંસદશ્રી લીલાધર વાઘેલા, અગ્રણી કે.સી.પટેલ,મયંક નાયક,જુગલજી ઠાકોર,મોહનભાઇ પટેલ,મહંતશ્રી ભારતીબાપુ,હજ કમિટીના ચેરમેન મહંમદ હુસેન કાદરી,પુર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ,ભાવેશ પટેલ,સ્નેહલ પટેલ,દશરથજી ઠાકોર,ભરતભાઇ રાજગોર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ,જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વિજયભાઇ રૂપાણીઅે સરવા ગામે શ્રી મહાકાળી માતાજીની પુજા અર્ચના કરી દર્શન કર્યાઃ રાજ્યમાં સુખ-શાંતિ-સમૃધ્ધિ સહિત જળસંચય અભિયાનની ફળશ્રુતિ માટે આશિર્વાદ માંગ્યા

મુખ્યમંત્રીશ્રીએ સરવા ગામના સાતસો વર્ષ પુરાણા મહાકાળી મંદિરમાં  યંત્રની પુજા કરી  શક્તિપીઠની મુલાકાત લઇ પૂજા અર્ચના કરી  હતી.ગાયકવાડી શાસન દરમિયાન આ  મંદિરનું  નિર્માણ કરાયું હતું.ત્યાર બાદ તાજેતરમાં દશ વર્ષ પુર્વે આ શક્તિપીઠમાં નિજ મંદિરનું નવનિર્માણ કરાયું હતું અત્રે નિર્માણ કરાયેલા સરોવરની પણ મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું.

 મુખ્યમંત્રીશ્રીએ મહાકાળી માતાજીની પુજા અર્ચના કરી રાજ્યમાં શાંતિ,સલામતી અને જળના સમૃધ્ધ વારસા માટે પ્રાર્થના કરી હતી

મંદિર મુલાકાત સમયે અગ્રણી કે.સી.પટેલ,મયંકભાઇ નાયક,મોહનભાઇ પટેલ,સરપંચશ્રી બદાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા

વરરાજા જાન લઇને જાય તે પહેલા શ્રમદાનમાં જોડાયા

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રામણદા ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તળાવ ઉંડું કરવાના કાર્યને પ્રારંભ કરાવ્યો ત્યારે આજ ગામના યુવાનશ્રી રવિરાજ પોતાના લગ્ન માટે જાન લઇ લગ્ન મંડપમાં જઇ રહ્યા હતા ત્યારે તેમણે જળસંચયના આ અભિયાનમાં લગ્ન પછી પણ પહેલાં જળસંચયનું શુભકામ પહેલું તેવી શુભ ભાવના સાથે મુખ્યમંત્રીશ્રી સાથે તળાવ ઉંડું કરવાના કામમાં પોતાનું યોગદાન શ્રમદાન કરીને આપ્યું હતું

 શ્રીરવિરાજની આ ઉદાત ભાવનાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન પાઠવી જાહેરમાં શ્રીરવિરાજની આ શ્રમદાનની ભાવના સૌકોઇ માટે પ્રેરણાદાયી બની રહશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના રાજભવનને  જાહેર જનતાની મુલાકાત-નિરીક્ષણ માટે ખૂલ્લું મૂકવાની રાજ્યપાલશ્રીની પહેલને આવકારતા મુખ્યમંત્રીશ્રી  રાજભવન સાચ અર્થમાં લોકભવન બનશે:- શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ રાજભવન જાહેર જનતાને જોવા અને મુલાકાત માટે ખુલ્લું મૂકી લોકભવન બનાવવાના અપનાવેલા પહેલરૂપ અભિગમની સરાહના કરી છે.

તેમણે આ પહેલને આવકારતા જણાવ્યું છે કે સામાન્ય નાગરિક પણ રાજભવનની ગતિવિધિઓથી પરિચિત થાય અને રાજભવન સાચ અર્થમાં લોકભવન બને તે માટે ગુજરાતના રાજ્યપાલશ્રીનો આ અભિગમ અનુકરણીય બની રહેશે.

(5:12 pm IST)