Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સુરતના લીંબાયતમાં પરિણીતાના ઘરમાં ઘુસી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યાથી અરેરાટી

સુરત : લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં બ્યૂટીપાર્લર ચલાવતી યુવાન પરિણીતાના ઘરમાં ઘૂસી તેનું ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હત્યારો પલાયન થઈ ગયો છે. જેમાં પૂર્વ પડોશી યુવાન પર શંકા દર્શાવવામાં આવી છે.

ગોડાદરાના સાંઇસાગર રો-હાઉસ ખાતે રહેતા અને પાંઉભાજીની લારી પર મજૂરીકામ કરતા જગદીશભાઈ શર્માનાં પત્ની સુમનબહેન (ઉ.વ.36) બુધવારે સાંજે છ વાગ્યાથી રાત્રે પોણા અગિયાર વાગ્યા સુધી પોતાના ઘરે એકલા હતા. એ સમય દરમિયાન તેનું ગળું કાપી અજાણ્યા હત્યારાએ હત્યા કરી હતી. તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યા બાદ બન્ને હાથનાં કાંડાં, મોઢું પણ કાપી નાખ્યું હતું. ક્રૂરતાપૂર્વક હત્યા કરી હત્યારો પલાયન થઈ ગયો હતો.

(5:03 pm IST)