Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કે.એસ.દેત્રોજા પાસે રાજકોટ અને મોરબીમાં મોટી બેનામી સંપત્તિ

જમીન વિકાસ નિગમના પુર્વ એમડી પાસે અ-ધ-ધ સંપત્તિઃ૭ બેડરૂમના ફલેટ સહિત કરોડોની સંપત્તિ મળીઃ એસીબી દ્વારા વ્હેલી સવાર સુધી કાર્યવાહી ચાલી

રાજકોટ, તા., ૧૧: ગુજરાત જમીન વિકાસ બેન્કના પુેર્વ એમડીકે.એસ.દેત્રોજાની બેનામી સંપત્થિ શોધવા માટ ે એસીબી વડા કેશવકુમારના સીધા માર્ગદર્શનામં એસીબી ટીમો દ્વારા પરોઢ સુધી સર્ચ કામગીરી હાથ ધરવામાંં આવી હતી. એસીબી સુત્રોના કથન મુજબ તેઓના હસ્તકનો ૭ બેડરૂમનો કરોડોનો ફલેટ કે જેમાં લાખોુનું ફર્નિચર છે. તે સાથે જ અડધો ડઝન જેટલી મિલ્કતનું પગેરૂ મળી ગયાનું સુત્રો જણાવે છે.

કે.એસ.દેત્રોજા હસ્તક એક ડઝનથી વધુ બેનામી સંપત્તિઓ  હોવાનું અને તેમાંથી અડધો અડધ સંપત્તિ મળી છે.સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજકોટ અને મોરબીમાં પણ તેઓની પાસે કરોડો રૂપીયાની સંપત્તિ હોવાનું ખુલતા એસીબી ટીમો દોડતી થઇ છે.

સુત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ સાત રૂમનો જે ફલેટ છે તેનું વેલ્યુએશન એસીબી  કેશવકુમારે ગર્વમેન્ટ વેલ્યુઅર પાસે કરાવતા જેની કિંમત ૪ કરોડથી વધુ હોવાનું બહાર આવ્યંુ છે. પુર્વ એમડીને તો પાણીના ભાવે આ મિલ્કત મળી છે.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમારનો સંપર્ક સાધતાતેઓએ  અલિકને જણાવેલ કે  ભ્રષ્ટાચારીઓ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે પરંતુ તે મિલ્કત કે બેન્ક ખાતાઓમાં કે લોકરમાં સંઘરવો પડે છે. કેન્દ્રના નવા વટહુકમ મુજબ બેનામી મિલ્કત સામે કડક કાયદા થયા છે. જેનો ફાયદો એસીબી ઉઠાવશે. તેઓએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં એમ પણ જણાવેલ કે,  બેન્ક લગત ચોક્ક સાઇટ પર કોની પાસે કેટલા બેંક ખાતા છે? કયાંથી ભ્રષ્ટાચારની રકમ છુપાવવા લોનોના નાટક થયા છે. કેટલાક ક્રેડીટ કાર્ડ છે અને કેટલા ડેબીટ કાર્ડ છે? આ બધી માહીતી એસીબીને મળી રહે તે માટે મારો  સીબીઆઇનો અનુભવ કામે લગાડયો છે.

છેલ્લે મળતા નિર્દેશ મુજબ ભ્રષ્ટાચારીઓ સામેના જંગમાં એસીબીના લશ્કરને પુરી તાકાત સાથે મેદાનમાં ઉતારવા માટે એસીબી વડા દ્વારા દિલ્હીથી  ઇન્કમ ટેક્ષના તજજ્ઞોને ગુજરાત તેડાવાયા છે. કાલે અમદાવાદમાં આ તજજ્ઞો દ્વારા એસીબી અધિકારીઓને  અમદાવાદ ખાતેના એસીબી હેડ કવાર્ટરમાં ખાસ તાલીમ આપવામાં આવનાર છે.  ભષ્ટાચાર સામેના એસીબીના જંગમાં પ્રમાણીક લોકોએ પણ આગળ આવી આવા ભ્રષ્ટાચારીઓની મિલ્કતના કોઇ શોર્ષની માહીતી હોય તો એસીબીને જાણ કરવા એસીબી વડા કેશવકુમારે ખાસ અપીલ કરી છે. બાતમી આપનાર માટે રપ લાખ સુધીના ઇનામની પણ જોગવાઇ છે.

૪ કરોડનો ફલેટ-લાખોનું ફર્નિચર એ ઉચ્ચ અધિકારીને અઢી લાખમાં જ મલ્યું!!

રાજકોટઃ જમીન વિકાસ નિગમના પુર્વ એમડીની બેનામી સંપતિની એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ચાલતી તપાસમાં તેમની પાસે ૭ બેડરૂમનો જે ફલેટ છે અને જેમાં લાખો રૂપીયાનું ફર્નિચર છે તેવો આ ફલેટ તેમને ફકત અઢી લાખમાં જ મલ્યાની ચર્ચા ચાલે છે. સાડા સાત લાખમાં સોદો થયેલ પાંચ લાખ એક બિલ્ડરે ચુકવેલ. આમ આ અધિકારીને કરોડોનો ફલેટ ફકત અઢી લાખમાં જ મળ્યાની ચર્ચાએ જોર પકડયું છે.

એક ડઝન સંપત્તિમાંથી એસીબીને અડધો અડધ બેનામી સંપત્તિની માહીતી મળી ગઇ

રાજકોટઃ જમીન વિકાસ નિગમના પુર્વ એમડી પાસે પ્રાથમીક તપાસમાં એક ડઝનથી વધુ મોટી સંપત્તિઓ હોવાની માહીતી એસીબી વડાના માર્ગદર્શનમાં ચાલતી તપાસ દરમિયાન મળી આવી છે. એસીબી સુત્રોના કથન મુજબ ઉકત અધિકારીની અડધો અડધ સંપત્તિની માહીતી એસીબીને સાંપડી ગઇ છે.

એસીબીની તપાસમાં  ગર્વમેન્ટ વેલ્યુઅરને  પણ સામેલ કરાયા

રાજકોટઃ કેન્દ્રના નવા વટહુકમ મુજબ એસીબીએ સીબીઆઇ પધ્ધતીથી ચાલુ કરેલ તપાસમાં મિલ્કતની રકમની સંપુર્ણ જાણકારી એસીબીને મળી રહે તે માટે એસીબી દ્વારા સરકાર માન્ય વેલ્યુઅરને પણ તપાસમાં સામેલ કરાયાનું સુત્રો જણાવે છે.

ગુજરાત એસીબીને માર્ગદર્શન આપવા કાલે દિલ્હીથી આઇટીના નિષ્ણાંત  તજજ્ઞોનું અમદાવાદમાં આગમનઃ ભારે ધમધમાટ

રાજકોટઃ ભ્રષ્ટાચાર સામેની લડતનો એસીબી દ્વારા બુંગીયો ફુંકાયો છે. રાજય સરકાર દ્વારા એસીબી વડા કેશવકુમારને છુટ્ટો દોર અપાયો છે. બેનામી મિલ્કત ધરાવતા લોકો સામે કેવી  રીતે જડબેસલાક કાર્યવાહી થઇ શકે તેની માહીતી આપવા દિલ્હીથી ઇન્કમ ટેક્ષના જાણકાર તજજ્ઞો અમદાવાદ આવી રહયા છ. આ તજજ્ઞો દ્વારા એસીબીના અધિકારીને સ્પેશ્યલ તાલીમ અપાશે.

(12:58 pm IST)