Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ગ્રાન્ટેડ શાળાઓના વર્ગ ૩-૪ના કર્મચારીઓને રહેમરાહે નોકરીના બદલે રોકડ સહાયનો લાભ

રાજકોટ, તા. ૧૧ :. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને રહેમરાહે નોકરીના વિકલ્પે ઉચ્ચ રોકડ સહાય યોજનાનો લાભ આપવા અંગે શિક્ષણ વિભાગે સેકશન અધિકારી મહેશ ભટ્ટની સહીથી તા. ૪ મે ૨૦૧૮ના રોજ પરિપત્ર પ્રસિદ્ધ કરેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે આ યોજના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર રાજ્ય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં અગાઉ સરકારશ્રીની મંજુરીથી રહેમરાહે નીતિઓ અમલ કરવામાં આવેલ હોય તેવી અનુદાનિત સંસ્થાઓના અને ત્યાર બાદ ઉચ્ચક સહાય ચૂકવવા બાબતની નીતિઓ સરકારની મંજુરીથી અમલમાં આવતો હોય તેવી સંસ્થાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત જગ્યા ઉપર ફરજ બજાવતા કર્મચારીના પગાર-ભથ્થા માટે અનુદાન આપવામાં આવતુ હોય તેવા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીના ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કિસ્સાઓમાં તેના આશ્રિત કુટુંબને પણ સમાન રીતે લાગુ પડશે. આમ સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૧-૮-૨૦૧૭ના ઠરાવના પારા નં. ૧ ની વિગતે તા. ૫-૭-૨૦૧૧ના ઠરાવથી રહેમરાહે નિમણૂકને બદલે વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય ચૂકવવાની જે યોજના અમલમાં મુકેલ છે તથા સંદર્ભ (૪), (૫), (૬) અને (૭)ના ઠરાવોથી વખતો વખત જે સુધારાઓ કરવામાં આવલે છે તે આપોઆપ ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને લાગુ પડે છે.

આમ ઉપરની વિગતો ધ્યાને લેતા, સામાન્ય વહીવટ વિભાગના તા. ૫-૭-૨૦૧૧ના ઠરાવ તથા તે અન્વયે વખતો વખત કરવામાં આવેલ સુધારાઓ મુજબની કાર્યવાહી રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.

(12:01 pm IST)