Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઉમરેઠમાં મકાનની દીવાલ ધડાકાભેર ધરાશાયી :સાત મજૂરોનો આબાદ બચાવ

ભાટપીપળી વિસ્તારમાં મકાનની કામગીરી વેળાએ દુર્ઘટના સર્જાઈ

ઉમરેઠમાં એક મકાનની દીવાલ ધડાકાભેર ધરાશાયી થઇ હતી આ મકાનની કામગીરી વેળાએ સાત મજૂરો કામગીરીમાં વ્યસ્ત હતા જોકે મજૂરોની સતર્કતાને કારણે તમામનો આબાદ બચાવ થયો હતો
આ અંગે મળતી વિગત મુજબ ઉમરેઠના ભાટપીપળી વિસ્તારમાં એક મકાનની કામગીરી ચાલી રહી છે.જેમાં સાત મજૂરો કામગીરીમાં વ્યસ્ત હતા.આ દરમ્યાન એકાએક મકાનની એક દીવાલ પડુ પડુ થતા મજૂરો સતર્કતા દાખવીને સ્થળ પરથી દૂર થઇ ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ દીવાલ ધડાકાભેર ધરાશાયી થઇ હતી. સદ્દનસીબે આ બનાવમાં કોઇ મજૂર કે રાહદારીને ઇજા પહોંચી નથી.

(10:59 am IST)